ટૂંક સમયમાં સસ્તી સર્વિસ આપતા જિયોના પણ વધી જશે ટૈરિફ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રિલાયંસ જિયો ઈન્ફોકોમ ચાલુ નાણાકિય વર્ષમાં ટૈરિફમાં વધારો કરી શકે છે. કંપનીને ટાવર તેમજ ફાયબર સહિત અનેક પ્રોજેક્ટમાં વર્ષે 9 હજાર કરોડનો ખર્ચ કરવાનો છે. આ કારણે કંપની પોતાની સર્વિસના ભાવ વધારી શકે છે. એક રીપોર્ટ અનુસાર જાપાનની સોફ્ટબેન્ક જિયોમાં 14થી 21 હજાર કરોડનું રોકાણ કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે વોડાફોન, આઈડિયા અને ભારતી એરટેલ પણ પૂંજી એકઠી કરવાની યોજના ઘડી રહી છે. એટલા માટે પણ જિયોએ પોતાની રણનીતિ બદલવી પડશે. જિયો દ્વારા થનાર ભાવ વધારાની સંભાવના ગત 9 માસ કરતા વધારે છે. વોડાફોન અને આઈડિયા તેમજ એરટેલ રાઈટ ઈશ્યૂના માધ્યમથી 25 હજાર કરોડ એકઠા કરવા ઈચ્છે છે. આ રકમનો ઉપયોગ કરી તે જિયો સાથે સ્પર્ધા કરશે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી માસમાં જિયોના 80 લાખ સબ્સક્રાઈબર જોડાયા હતા. જિયોના સબ્સક્રાઈબર માર્કેટ શેર 24 ટકા છે. દેશમાં મોબાઈલ સબ્સક્રાઈબ 118.4 કરોડ છે, તેમાં પણ કેટલાક લોકો પાસે એકથી વધારે નંબર હોય છે.