Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

દેશ-વિદેશ ફિલ્મ જગત

એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના કેરેકટર્સને ટ્રિબ્યુટ આપવા માટે ગૂગલે માર્વેલ સાથે હાથ મિલાવ્યા છે. જો તમે ગૂગલ સર્ચમાં થેનોસ ટાઈપ કરશો અને બાદમાં જમણી બાજુ દેખાતા Infinity Stone Studdet Gauntlet પર ક્લિક કરશો, તો તમારી સ્ક્રીન પર કંઈ કેવું દેખાશે કે તમે ચોંકી ઉઠશો. આ બટન પર ક્લિક કર્યા બાદ તમારા સર્ચ રિઝલ્ટ ગાયબ થવા લાગશે. બાદમાં તમારું પેજ એની જાતે જ ઉપરનીચે મૂવ થવા લાગશે. ધીરે ધીરે આખું પેજ બ્લેન્ક થઈ જશે. અને સર્ચ રિઝલ્ટ પણ ઘટવા લાગશે. આ ડિસ્ટ્રક્શન રોકવા માટે તમારે ફરી Infinity Stone studded gauntlet પર ક્લિક કરવું પડશે.

ફરીવાર ક્લિક કર્યા બાદ તમને નીચે સર્ચ બોક્સમાં બનેલા અબાઉટમાં જોશો તો બધું જ લીલા રંગનું દેખાશે. અને જેટલા સર્ચ રિઝલ્ટ ગાયબ થયા હશે તે પાછા આવી જશે. એવેન્જર્સ એન્ડ ગેમના કેરેક્ટર થેનોસ આ ટાઈમ સ્ટોનનો ઉપયોગ કરીને સર્ચ રિઝલ્ટને રિ સ્ટોર કરવા લાગે છે. ગૂગલનું આ નવું ઈસ્ટર એગ ગણતરીના બ્રાઉઝર પર જ કામ કરે છે. જેમાં ગૂગલ ક્રોમ સામેલ છે.