ગુજરાતના સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા માટે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યો વચ્ચે કાયદાકીય આંટી સર્જાઈ છે. હાલ ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલીઝંડી મળી ગઈ છે. જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી ઉત્તરપ્રદેશમાં નવા બનતા પાર્કમાં ગુજરાતના આ 8 સિંહોને રાખવામાં આવશે. યુપી ગોરખપુરમાં બની રહેલા આ નવા ઝૂમાં ગીરના સાવજો મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મંજુરી આપી દીધી છે. વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે સિંહોના સ્થળાંતર માટે સૈન્યના ખાસ વિમાનની મદદ લેવાં આવશે.
ગોરખપુરના ઝુમાં 1 નર 5 માદાને રાખવામા આવશે. હાલ પુરતા 8 સિંહોને ઈટાવા સફરી પાર્કમાં રાખવામાં આવશે.કેન્દ્રિય વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહોના સ્થાંળતર કરવાની મંજૂરી આપવામાં આવી છે. કુલ 8 સિંહો પૈકીના 2 સિંહ નર અને 6 સિંહણનો સમાવેશ થાય છે. મળતી વિગતો મુજબ તેમના સ્થળાંતર માટે સૈન્યના વિમાનનો ઉપયોગ કરાશે જ્યારે બીજી તરફ એવી વિગતો પણ મળી રહી છે તેમને હવાઈ માર્ગે લઈ જવા કે રોડ માર્ગે લઈ જવા તે અંગે હજુ નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી.

