પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકને લઇને નવો ખુલાસો સામે આવ્યો છે. વિદેશી જર્નાલિસ્ટે આ એરસ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના 130-170 આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. પત્રકાર ફ્રાંસેસ્કા મૈરિનોએ રિપોર્ટમાં લખ્યું કે, સ્થાનિક સુત્રોનું કહેવું છે કે, શિબિરમાં અત્યારે પણ લગભગ 45 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જ્યારે લગભગ 20 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. તે વિસ્તારને અત્યારે સીલ કરેલો છે. ઇજાગ્રસ્તોની સારવાર હોસ્પીટલમાં નથી થઇ રહી પરંતુ તેઓ એક અસ્થાયી સુવિધામાં છે.
તેમણે કહ્યું કે, જેવી સેનાની ટુકડી ત્યાં પહોંચી તો ઘાયલોને શિનકિયારી સ્થિત હરકત-ઉલ-મુજાહિદીન શિબિરમાં લઇ જવામાં આવ્યા અને પાકિસ્તાનની સેનાના ડોક્ટરોએ તેમનો ઇલાજ કર્યો. જે લોકોની સારવાર ચાલી રહી છે તેઓ હાલ સેનાની કસ્ટડીમાં છે અને તેમને રજા આપવામાં આવી નથી. માર્યા ગયેલા લોકોમાં 11 ટ્રેનર્સનો પણ સમાવેશ થાય છે. જેમાંથી બે ટ્રેનર્સ અફઘાનિસ્તાનના હતા. તેમજ સમાચાર લીક થતા રોકવા માટે જૈશના સભ્યોનું એક ગૃપ માર્યા ગયેલા લોકોના પરીવારની પણ મુલાકાત કરી અને તેમને રોકડ સહાય આપી હતી.
લેખમાં લખ્યું છે કે, ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક લગભગ 3.30 કલાકે કરવામાં આવી હતી. મારા વિચાર મુજબ, એક આર્મી યૂનિટ શિનકિયારીમાં પોતાના કેમ્પ પરથી 26 ફેબ્રુઆરીએ લગભગ 6 વાગ્યે, અઢી કલાક બાદ સ્ટ્રાઇકના સ્થાને પહોંચી. શિનકિયારી બાલાકોટથી લગભગ 20 કિલોમીટક દૂર છે અને સેનાની યૂનિટને તે સ્થાન પર પહોંચતા 35-45 મીનીટ જેટલો સમય લાગ્યો હશે જ્યાંથી કેમ્પ પર હુમલો શરૂ થાય છે.

