પ્રિયંકા ગાંધીનો મોદીને પડકાર, નોટબંધી-GST પર ચૂંટણી લડો

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભાની ચૂંટણીનો જંગ પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, એક દિલ્હીની છોકરી તમને ખુલ્લો પડકાર આપે છે, ચૂંટણીના છેલ્લા બે તબક્કા નોટબંધી પર લડો, GST પર લડો, મહિલાઓની સુરક્ષા પર લડો અને તે વચનો પર લડો જે તમે સમગ્ર દેશના નવયુવાનોને ખોટા વચનો આપ્યા, છેતર્યા તેના પર લડો.

આ સિવાય પ્રિયંકા ગાંધીએ કહ્યું કે. તેમની સ્થિતિ તે બાળક જેવી છે, જે તેનું હોમવર્ક ના કરે અને શાળામાં આવે. જ્યારે શિક્ષક તેમને પૂછે છે ત્યારે તે કહે છે, શું કરું નહેરુજીએ મારી બુક લઇ લીધી, છુપાવી દીધી. હું શું કરુ ઇન્દિરાજીએ મારા હોમવર્કની કાગળની હોડી બનાવી પાણીમાં ડૂબાવી દીધી.