ઈઝરાયેલ પાસેથી વાયુસેના ખરીદશે વધુ સ્પાઈસ-2000 બોમ્બ, બાલાકોટમાં મચાવી હતી તબાહી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પુલવામા હુમલાનો બદલો લેવા માટે વાયુસેનાએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરી હતી.આ એર સ્ટ્રાઈક માટે ઉપયોગમાં લેવાયેલા સ્પાઈસ-200 પ્રકારના બોમ્બની સફળતા જોઈને વાયુસેનાએ આવા વધુ બોમ્બ ઈઝરાયેલ પાસે ખરીદવાનુ નક્કી કર્યુ છે. સ્પાઈસ 2000 પ્રકારના બોમ્બ કોઈ પણ પ્રકારની ઈમારતને ભેદીને તેની અંદર જઈને બ્લાસ્ટ કરી શકે છે.હવે વાયુસેના પોતાના વધુ વિમાનોને આ બોમ્બથી સજ્જ કરવા માંગે છે. બાલોકોટમાં આ બોમ્બે પોતાનુ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ વાયુસેના ભારે પ્રભાવિત છે. સ્પાઈસ બોમ્બનુ પુરુ નામ સ્માર્ટ, પ્રીસાઈસ ઈમ્પેક્ટ, કોસ્ટ ઈફેક્ટીવ છે.આ બોમ્બ ઈઝરાયેલે જ બનાવ્યો છે.સ્પાઈસ બોમ્બ 3 પ્રકારના છે.જેમાં સ્પાઈસ 1000 અને સ્પાઈસ 250નો પણ સમાવેશ થાય છે.ભારતે સ્પાઈસ 2000 પ્રકારના બોમ્બનો ઉપયોગ કર્યો હતો.સ્પાઈસ 2000નુ વજન 900 કિલો હોય છે.