વેલિંગ્ટન ખાતે ભારતના સિનિયર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને કહ્યું હતું કે આશાસ્પદ વિકેટકીપર અને બેટધર રિષભ પંત મેચની બાજી એકદમ ફેરવી નાખવાની પોતે ધરાવતી આવડતના કારણે તે ટીમની પૂંજી બની ગયો છે. તાજેતરમાં આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના વર્ષના ઉગતા ક્રિકેટરના એવૉર્ડ માટે તાજેતરમાં જાહેર કરાયેલ પંત ન્યૂ ઝીલેન્ડ સામે ભારતે 4-1થી જીતેલી વન-ડે મેચોની શ્રેણીમાંથી બાકાત રખાયા પછી બુધવારથી શરૂ થતી ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રમવા માટે રાષ્ટ્રની ટીમમાં પાછો ફર્યો છે. 21 વર્ષના પંતને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીના અનુગામી તરીકે ગણવામાં આવી રહ્યો છે તથા ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સારો દેખાવ કરી તેણે પોતાની બૅટિંગના પણ પુરાવા આપ્યા હતા.

