નાફેડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ મગફળીના સ્ટોકના નિકાલ માટે ઈન્ડિયન ઑઈલસીડ્સ ઍન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઈઓપીઈપીસી) અને નેશનલ એગ્રિકલ્ચરલ કૉઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (નાફેડ) સંયુક્તપણે મગફળીનાં મિલિંગ ઉદ્યોગ સાથે બેઠક યોજશે. આગામી નવમી ફેબ્રુઆરીના રોજ સવારે 10.30 કલાકે જૂનાગઢ ખાતે જૂનાગઢ કૃષિ વિદ્યાપીઠની વેટર્નરી સાયન્સ ઍન્ડ એનિમલ હસબન્ડરી ફેકલ્ટીનાં સેમિનાર હૉલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આઈઓપીઈપીસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

