મોદીના નવા કેબિનેટમાં યુવા, મહિલા, પ્રોફેનશલ અને ટેક્નોક્રેટને સમાવવામાં આવી શકે

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન મોદી 30મેના રોજ શપથ લેવાની સાથે તેમની બીજી ઈનિંગની શરૂઆત કરશે. જો કે, સંસદના સેન્ટ્રલ હોલમાં મોદીએ તેમના ભાષણમાં સ્પષ્ટતા કરી દીધી હતી જેથી નવા મંત્રીમંડળ અંગે અટકળો કરવી વ્યર્થ છે. નવી કેબિનેટની રચના નિયત ધોરણે જ કરાશે. જેમાંથી 25 ટકા મહિલાઓ અને 40 ટકા નિષ્ણાતો હોઈ શકે છે.

વડાપ્રધાન કાર્યશૈલી પર નજીકથી નજર રાખવાવાળા વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે, 5 વર્ષમાં કેબિનેટમાં 4 જ ફેરફારો થયા છે. મોદી તેમના મંત્રીમંડળને ગુલદસ્તાની જેમ સજાવે છે. મોદી સરકાર NARA એટલે કે નારાના સિદ્ધાંત પર ચાલશે. જેમાં નેશનલ એમ્બિશંસ અને રીજનલ એસ્પિરેશંસનું સંતુલન કરવામાં આવશે.

મોદી મંત્રીમંડળમાં પહેલા જે લોકોને સામેલ કરે છે, તેમાં તેઓ પ્રોફેશનલિઝમ, મહિલા પ્રતિનિધિત્વ, જાતિય ગણિત, શહેરી-ગ્રામીણ તાલમેળ, એસસી-એસટી પ્રતિનિધિત્વ અને બંધારણીય બેઠકો, યુવા તથા વરિષ્ઠતાને પ્રાથમિકતા આપે છે.

સીસીએસના 4 ધોરણો છે. વરિષ્ઠતા, વિશેષતા, વફાદારી અને મહિલા પ્રતિનિધિત્વ . આ વખતે પણ સીસીએસમાં પહેલા કેબિનેટ રચનામાં એક અને બીજી રચનામાં મહિલાઓને સ્થાન મળી શકે છે. પહેલા શપથમાં 40 મંત્રીઓ બની શકે છે.

5 ટોચના મંત્રીઓ સિવાય પ્રમુખ 32 મંત્રાલયોની જવાબદારી જેમને સોંપવામાં આવશે તેમાં 20થી 25 ટકા મહિલાઓ, 40 ટકા નિષ્ણાતો, પોલીસી પ્લાનિંગ એક્સપર્ટ્સ, ટેક્નોક્રેટ અને સંચાલકોનો સમાવેશ કરવામાં આવશે.

ગત સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયોમાંથી એક-એક પદ ગઠબંધન દળોને આપવામાં આવ્યા હતા, જેમાંથી શિવસેના, તેલગુ દેશમ, અકાલી દળ અને LGP સામેલ હતી. આ વખતે ગઠબંધનમાંથી TDP નથી અને JDU, અન્નાદ્રમુકે તેમનું સ્થાન લઈ લીધું છે.

ઉત્તરપ્રદેશે મહાગઠબંધનને બાજુમાં મુકી ભાજપને 62 બેઠકો આપી અને બિહારે 39 બેઠકો NDAને આપી દીધી હતી. 101 બેઠકોવાળા આ બન્ને રાજ્યોને મંત્રીમંડળમાં મોટો હિસ્સો મળશે. બંગાળના 18 સાંસદોમાંથી ઓછામાં ઓછા 4 મંત્રીમંડળમાં આવી શકે છે.