સ્ટાર્કની 5 વિકેટની મદદથી કાંગારુંએ વિન્ડીઝને 15 રને હરાવ્યું

ખેલ-જગત મુખ્ય સમાચાર

વર્લ્ડકપની 10મી મેચમાં ટ્રેન્ટબ્રિજ ખાતે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી હતી. 289 રનના લક્ષ્યનો પીછો કરતા વિન્ડીઝની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન કર્યા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 1 મેડન સહિત 46 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શન થકી વિન્ડીઝનું લોવર મિડલ ઓર્ડર ફિનિશિંગ લાઈન ક્રોસ કરી શક્યું ન હતું. સ્ટાર્કે જેસન હોલ્ડર, આન્દ્રે રસેલ અને કાર્લોસ બ્રેથવેટને આઉટ કરીને વિન્ડીઝને મેચની બહાર કર્યું હતું. વિન્ડીઝ માટે શાઈ હોપે 68 રન, હોલ્ડરે 51 રન અને નિકોલસ પૂરને 40 રન કર્યા હતા. જોકે તેમનું આ યોગદાન ટીમને મેચ જીતાડવા માટે પૂરતું ન હતું. બીજી તરફ કાંગારુંની આ વનડેમાં સતત 10મી જીત હતી.