ઈઝરાયેલની સરકારે ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’(આઈએઆઈ)એ બુધવારે કહ્યું કે, એમણે ભારતીય નૌકાદળ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સને પૂરક નેવલ મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ(એમઆરએસએએમ) પ્રણાલી ઉપલબ્ધ કરાવવા માટે પાંચ કરોડ અમેરિકી ડોલરની ડીલ કરી છે. આ કરાર પર હસ્તાક્ષર આ સપ્તાહમાં કરાયા છે અને એ અનુસાર ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’ એર ડિફેન્સ સિસ્ટમ માટે પુરક સિસ્ટમ આપશે.
ઈઝરાયેલની કંપની એ જણાવ્યું છે કે, આ કરારમાં આઈએઆઈ દ્વારા નિર્મિત રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલની વિભિન્ન સબ-સિસ્ટમના મેઈન્ટેન્સ અને અન્ય સુવિધા માટે એક પેટા ઓર્ડર સામેલ છે.
‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’માં સિસ્ટમ્સ, મિસાઈલ્સ અને સ્પેસ ગ્રુપના કાર્યકારી ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજર બોઆઝ લેવીએ આ કરારને મોટી સફળતા ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ કરાર એક મોટી સફળતા છે. કારણ કે અમે પ્રણાલી વિકસિત કરવા અને એને ઉપલબ્ધ કરાવવાથી અમે અમારા ગ્રાહકોના સંચાલનની જરુરતને દેખભાળ કરવા માટે આગળ વધીએ છીએ.