પાકિસ્તાનનો દેખાવ છે ધરપકડ, હજુ પણ હાફિઝના 10 કમાન્ડર ચલાવી રહ્યા છે આતંકવાદી કેમ્પ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ માત્ર એક દેખાવો છે. ગુપ્ત સૂત્રોની માહિતી મુજબ, પાકિસ્તાન અત્યારે 500 આતંકીઓને અફઘાન બોર્ડર બાજુ મોકલી રહ્યું છે. આ ધરપકડ પહેલા હાફિઝ સૈયદના ટોપ 10 કમાન્ડરને પણ અફઘાન બોર્ડરના ટેરર કેમ્પમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. હાફિઝના આ કમાન્ડર અફઘાનિસ્તાનના ખોસ્ત,કુનાર અને નંગરહારમાં ટ્રેનિંગ આપી રહ્યા છે.

પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈના આંતરરાષ્ટ્રીય દબાણના કારણે હાફિઝ સૈયદની ધરપકડ પહેલા ઘણા આતંકી કેમ્પોને પીઓકેથી હટાવીને પાકિસ્તાન-અફઘાન બોર્ડર પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ કેમ્પમાં ભારતની સામે કાવતરું રચવામાં આવી રહ્યું છે.

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને દેશમાં આતંકી ઘટનાને અંજામ આપવા વાળા જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સૈયદની પાકિસ્તાનમા આતંકવાદ ફેલાવતી કાર્યવાહીને કારણે બુધવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદ રોકતા વિભાગે સૈયદની ત્યારે ધરપકડ કરી જયારે તે લાહોરથી ગુંજરાવાલા જઈ રહ્યો હતો.

અન્ય એક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના સહસંસ્થાપક સૈયદની બુધવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ટેરર ફંડિંગ કેસમાં એક આતંકવાદ વિરોધી અદાલતમાં હાજર થવાનું હતું. લાહોર સ્થિત આ અદાલતે સોમવારના રોજ સૈયદને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતી મદ્રેસા જમીનના કિસ્સામાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.