વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ગુરુવાયૂર શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.ગુરુવાયૂર ખાતે જ આવેલા શ્રીકૃષ્ણ એચએસ મેદાનમાં સવારે સભાને પણ સંબોધિત કરશે.ગુરુવાયૂર ખાતે આવેલું કૃષ્ણ મંદિર પ્રાચીન મંદિર છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કેરળ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કેરળ યાત્રા પર ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
રાજકિય પંડિતોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની જેમ કેરળ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી જીત મેળવી હતી અને તે કેરળમાં કોંગ્રેસનું વધુ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છે. શુક્રવારે કેરળની જનતાનો આભાર વ્યક્ત કરવા માટે પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપ અને નરેન્દ્ર મોદીની નફરતનો જવાબ પ્રેમથી આપશે. રાહુલ ગાંધીએ કેરળના મલ્લપુરમમાં રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધી શનિવારના રોજ કલેક્ટર કચેરી ખાતે પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે. કેરળના ઘણી જગ્યાંએ તેમનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રાને જોઈને મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ પૂજા માટે 112 કિલો કમળ મંગાવવામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણઃ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમળ તુલા વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કમળના પુષ્પોથી તોલવામાં આવ્યા હતાં. લોકસભા ચૂંટણી બાદ તેમની આ પહેલી કેરળ યાત્રા છે. કેરળની મુલાકાત બાદ તેઓ માલદીવ્સ અને શ્રીલંકાની યાત્રા માટે રવાના થશે.
20 હજાર ફૂલનો રોજ ઉપયોગ થાય છે
કેરળમાં 100 વર્ષી વધારે સમયથી મુસ્લિમ પરિવારોનો એક સમૂહ કમળની ખેતી કરે છે. રાજ્યભરના મંદિરોમાં પૂજા-અર્ચના દરમિયાન આ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરૂવાયુર સહિત આસપાસના અડધો ડઝનથી વધારે મંદિરોમાં દરરોજ અંદાજીત 20 હજાર કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારના રોજ જનતાનો આભાર માનવા માટે વાયનાડ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું,-તમે મને જે સમર્થન આપ્યું તે અદ્વિતિય છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાનો સાધતા કહ્યું,- મોદી સરકાર અને નરેન્દ્ર મોદી દેશમાં નફરત ફેલાવી રહ્યા છે.કોંગ્રેસ નફરતને દૂર કરવાનો ઉપાય જાણે છે અને તે છે પ્રેમ. હું આપનું પ્રતિનિધિત્વ કરવા માટે અને વાયનાડને વધારે સારું બનાવવા માટે કટિબદ્ધ છું. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વાયનાડથી 4.31 લાખ મતથી જીત હાંસલ કરી હતી. જયારે કોંગ્રેસનો ગઢ સમજનારા અમેઠીમાં રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતાં.