સ્ટાર્સ સ્પોર્ટ્સની મોકા-મોકા એડ જોઇને ભડક્યાં પાકિસ્તાની; ભારત અને ભારતીયોને આપી ચેતવણી

ખેલ-જગત

આજ-કાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારે મેચ જોવા મળી શકતી નથી, પરંતુ, આઇસીસીની ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલીક મેચો જોવાની તક મળી જ જતી હોય છે. આ વિશ્વકપ 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચે 16 જૂને મુકાબલો થવાનો છે. આ મેચની રાહ માત્ર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ નહીં; સમગ્ર દુનિયા જોઇ રહી છે. દુનિયા જેની રાહ જોવે છે તે મેચ માટે સ્ટાર સ્પોર્ટ્સે મૌકા-મૌકા એડનું નવું વર્ઝન બનાવ્યું છે. આ પહેલા વર્ષ 2015માં વિશ્વકપ સમયે સ્ટાર સ્પોર્ટ્સે મૌકા-મૌકાની થીમ પર એક એડ બનાવી હતી. આ એડ ખૂબ ચર્ચાસ્પદ બની હતી. તેના ઉલ્લેખ આજે પણ થાય છે. ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન આ એડનું નવું વર્ઝન ક્રિકેટ પ્રેમીઓને જોવા મળે છે.

વિશ્વકપ 2019 માટે સ્ટાર સ્પોર્ટ્સે મૌકા મૌકા એડનું નવું વર્ઝન બનાવ્યું છે. તેમાં પાકિસ્તાનીઓની મજાક ઉડાવવામાં આવી હોવાથી પાકિસ્તાનીઓ તેને પસંદ કરી રહ્યા નથી અને ટ્વીટર પર પોતાની ભડાસ કાઢી રહ્યા છે. આ એડએ ક્રિકેટ પ્રેમી પ્રજામાં ફરી ચર્ચા જગાવી છે.