યુવરાજ સિંહ : જેમની સદી બાદ જ્યારે સિક્સર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

ખેલ-જગત

40 ટેસ્ટ અને 304 વન ડે મૅચ રમી ચૂકેલા યુવરાજને 2011ના વિશ્વકપના જીતના હીરો માનવામાં આવે છે

એક ઓવરમાં સતત છ સિક્સ…. કોઈ એક વિશ્વ કપમાં 300 કરતાં વધારે રન અને 15 વિકેટ.. સિક્સર કિંગની મહોર..

કૅન્સરની ઝપેટમાં આવવું અને પછી કૅન્સરને હરાવીને ટીમ ઇન્ડિયામાં ધમાકેદાર કમબૅક… એ વાતનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે વાત બૅટ્સમૅન અને દિગ્ગજ ઑલરાઉન્ડર યુવરાજ સિંહની થઈ રહી છે.

37 વર્ષના યુવરાજ સિંહે આજથી 17 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી હતી અને ભારત માટે પહેલી વન ડે મૅચ રમી હતી.

40 ટેસ્ટ અને 304 વન ડે મૅચ રમી ચૂકેલા યુવરાજને 2011ના વિશ્વકપના જીતના હીરો માનવામાં આવે છે.

યુવરાજને આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મૅન ઑફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 સદી ફટકારી ચૂકેલા યુવરાજને નાનપણમાં ક્રિકેટ જરા પણ પસંદ ન હતું અને સ્કેટિંગ તેમનો પહેલો પ્રેમ હતો.