મમતા બેનરજીને યોગીનુ કુંભમેળામાં આવવા નિમંત્રણ, કહ્યું કે સદબુધ્ધિ મળશે

રાજકીય

લખનૌ,તા.6.ફેબ્રુઆરી 2019, બુધવાર

પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પ્રકારે તૃણમુલ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં પછડાટ આપવા માંગતી ભાજપે પોતાના સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા છે.

મમતા બેનરજીની સરકારે મંગળવારે યોગીના હેલિકોપ્ટરને લેન્ડિંગ માટે મંજૂરી નહી આપ્યા પછી પણ યોગી રોડ માર્ગે રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા.

યુપીના મુખ્યમંત્રી યોગીએ કહ્યુ હતુ કે જો રાજ્યમાં ભાજપની સરકાર બની તો ટીએમસીના ગુંડાઓ ગળામાં પટ્ટો લટકાવીને ફરશે.તેમને જોરદાર પાઠ ભણાવીશું.યુપીમાં આજે બસપા અને સપાના ગુંડા ગળામાં પટ્ટા લટકાવીન ફરે છે અને કહે છે કે અમને છોડી દો.અમે કોઈની સાથે અન્યાય નહી કરીએ.આજે પશ્ચિમ બંગાળમાં અરાજકતાની સ્થિતિ છે.પંચાયતની ચૂંટણીમાં 100થી વધુ હત્યાઓ થઈ ચુકી છે પણ તેની નોંધ સુ્ધ્ધા લેવાઈ નથી.પશ્ચિમ બંગાળમાં આમ જનતાના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે યુપીમાં કોઈ તોફાનો થયા નથી.યુપીનુ શાસન બરાબર ચાલી રહ્યુ છે.અમે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓને લાગુ કરી છે.

યોગીએ કહ્યુ હતુ કે મમતા બેનરજીને હું કુંભમેળામાં આવવાનુ નિમંત્રણ આપુ છું.અહીંયા આવીને મમતા બેનરજી સ્વચ્છતા જુએ.શક્ય છે કે તેમને સદબુધ્ધિ મળશે.