વાયું વાવાઝોડું વેરાવળથી માત્ર 350 કિમી દૂર, રૌદ્ર રૂપ દેખાયું, 23 તાલુકામાં પડ્યો વરસાદ

ગુજરાત મુખ્ય સમાચાર

24 કલાકથી પણ ઓછા સમયમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે વેરાવળથી આ ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

ભારતીય હવામાન વિભાગને જણાવ્યું કે, વાયુ પોતાની તીવ્રતામાં વધારો કરી ચૂક્યું છે અને હવે બહુ જ ગંભીર ચક્રવાત તોફાનમાં બદલાઈ ગયું છે. મોસમ વિભાગે એમ પણ કહ્યું કે, તે આજે રાત્રે વેરાવળ તટને પાર કરશે તેવી શક્યતા છે.

વાવાઝોડાની અસર શરૂ થઈ
ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેને પગલે રાજ્યના છ જિલ્લામાં વરસાદ પડ્યો છે. 6 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં ૨૮ મી.મી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.

વેરાવળમાં દરિયામાં કરંટથી મોજા ઉંચા ઉછળ્યા
વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાની અસર વેરાવળ બંદરમાં દેખાવા લાગી છે. દરિયામાં કરંટના કારણે મોજા વધુ ઉંચા જોવા મળી રહ્યા છે. વેરાવળ બંદર પર 45૦૦ જેટલી નાની મોટી બોટો છે. વાવાઝોડું આવે તો 100થી વધુ બોટોને નુકશાન થાય તેવી શક્યતા છે. બંદર પર પાર્કિંગ ની વ્યવસ્થા ન હોવાથી આ 1૦૦ જેટલી બોટોનું સેૉફ જગ્યા પર પાર્કિંગ નથી થઇ શક્યું.