વર્લ્ડકપમાં 7મી વાર ભારતે પાકિસ્તાનને રગદોળ્યું

ખેલ-જગત મુખ્ય સમાચાર

માન્ચેસ્ટર ખાતે રમાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતની શાનદાર જીત થઇ છે અને આ સાથે જ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહી હારવાના રેકોર્ડને ભારતે જાળવી રાખ્યો છે. ભારતની પાકિસ્તાન સામે 89 રને જીત થઇ છે અને જીત સાથે જ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ફટાકડા તો ક્યાંક ઢોલ નગારા વગાડી ભારતની જીતની ઉજવણી થઇ રહી છે. સોશિયલ મીડિયામાં પણ ભારતની જીતને લઇને ઉત્સાહ જોવા મળ્યો હતો જે ઉત્સાહ ભારતની જીત બાદ વધતો જોવા મળી રહ્યો છે.

337 રનના લક્ષ્યનો પીછો કરવા પાકિસ્તાનની ટીમ ઉતરી હતી. છેલ્લે વરસાદનું વિઘ્ન આવતા પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ મળ્યો જેની સામે પાકિસ્તાન 6 વિકેટની નુંકસાની પર 212 રન જ બનાવી શકી. રોહિત શર્માએ 113 બોલમાં 140 રનની પારી રમવા પર મેન ઓફ ધ મેચ જાહેર.

માન્ચેસ્ટ ખાતે રમાય રહેલી વર્લ્ડ કપ 2019ની ભારત-પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે ખુબ શાનદાર શરૂઆત કરી પરંતુ વરસાદના વિઘ્નના કારણે મેચ રોકી દેવામાં આવી હતી પરંતુ હવે મેચ પરથી વરસાદનું વિઘ્ન ટળતા મેચ ફરીથી શરૂ થઇ. જે બાદ ભારતે 50 ઓવરમાં 336 રન કર્યા. આ સાથે જ પાકિસ્તાનને જીત માટે 50 ઓવરમાં 337 રનનો લક્ષ્ય ભારતે આપ્યો છે.

ભારત તરફથી કે.એલ.રાહુલે 78 બોલમાં 57 રન, રોહિત શર્માએ 113 બોલમાં 140 રન, વિરાટ કોહલીએ 65 બોલમાં 77 રન, અને હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 26 રન કર્યાં. જ્યારે પાકિસ્તાન તરફથી મહમ્મદ આમિરે 3, હસન અલી અને વહાબ રિયાઝે 1-1 વિકેટ ઝડપી.

મેચમાં ભારતની મજબૂત શરૂઆત રહી. રોહીત અને કે.એલ. રાહુલની જોડીએ 136 રનની ભાગીદારી કરી ભારતને મજબૂત શરૂઆત અપાવી. જે બાદ કે.એલ. રાહુલ 57 રન, રોહિત શર્મા 113 બોલમાં 140 રન, હાર્દિક પંડ્યા 19 બોલમાં 26 રન બનાવ્યા. જ્યારે ધોની વિકેટરકિપરનો શિકાર બની આઉટ થયા.

આ મેચમાં શિખર ધવનની જગ્યાએ વિજય શંકરને સામેલ કરવામાં આવ્યો છે. ભારત તરફથી રોહીત શર્મા અને કે.એલ.રાહુલે ઓપનિંગ કરી. કે.એલ.રાહુલે 69 બોલમાં વર્લ્ડ કપમાં પોતાની પગેલી અડધી સદી પુરી કરી. કે.એલ.રાહુલ 57 રન બનાવી આઉટ થયા. 24મી ઓવરમાં કે.એલ. રાહુલે 78 બોલમાં 57 રનોની ઇનિંગ રમી. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા. જ્યારે રોહિત શર્માએ પોતાની વન-ડે કરિયરની 24મી સદી ફટકારી. રોહિત શર્માએ 85 બોલમાં સદી ફટકારી.

વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન 6 વાર આમને સામને થયું છે. જેમાં તમામ મેચ ભારતે જ જીતી છે જ્યારે વર્લ્ડ કપ-2019માં ભારત અને પાકિસ્તાન 7મી વાર આમને સામને છે.