બિહાર સહિત પૂર્વ ભારતમાં આ સમયે ગરમી કાળો કહેર વરસાવી રહી છે. બિહારમાં ગરમ લૂ ના કારણે છેલ્લા બે દિવસમાં 113 લોકોના મોત નીપજ્યાં છે. તો અત્યાર સુધીમાં કુલ 184 લોકો જીવ ગુમાવી ચુક્યાં છે. ગરમીના કારણે બિહારમાં ખાસ કરીને ઔરંગાબાદ, ગયા અને નવાડામાં સૌથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. રાજ્ય સરકારે ગરમીનો પ્રકોપને જોતા રાજ્યની તમામ શાળા 22 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 22 થી 30 જૂન સુધી તમામ શાળા મોર્નિંગ સિફ્ટમાં ચાલશે. જ્યારે ગયા જિલ્લામાં ડીએમ એ કલમ 144 લાગુ કરી દીધી છે. સવારના 11થી 4 વાગ્યા સુધી લોકોને તડકામાં એકઠા નહીં થવા આદેશ આપ્યો છે. ગયામાં લૂના કારણે બે દિવસમાં 34 લોકોના મોત નીપજ્યાં છે. ડીએમએ 11થી ચારની વચ્ચે સરકારી કે ખાનગી બાંધકામ માટે મજૂર તડકામાં કામ નહીં કરે. કોઇ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ કે સભાનું આયોજન પણ કરવામાં નહીં આવે. અને મજૂરો પાસેથી મનરેગાનું પાણ કામ નહીં લેવામાં આવે.

