ભારતના હાથે વર્લ્ડકપમાં મળેલા પરાજય બાદ પાક ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે સાથી ખેલાડીઓને લાંબુ લચક ભાષણ આપ્યુ હતુ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, આ દરમિયાન સરફરાઝે ખેલાડીઓને પ્રદર્શન સુધારવા માટે રીતસરની ધમકી જ આપી દીધી હતી. સરફરાઝે કહ્યુ હતુ કે, તમારે જવાબદારી લઈને રમવુ પડશે અને સારૂ પ્રદર્શન કરવુ પડશે.નહીતર પાકિસ્તાની ચાહકોના ગુસ્સા અને અપમાનનો સામનો કરવો પડશે.
સરફરાઝે કહ્યુ હતુ કે, જો કોઈ ખેલાડીને લાગતુ હોય કે હું ઘરે જવાનો છું તો તે તેમની મૂર્ખામી છે. ખરાબ પ્રદર્શનનુ પરિણામ બધાએ ભોગવવું પડશે. સરફરાઝના ભાષણ વખતે શોએબ મલિક અને મોહમ્મદ હાફિઝ સઈદના ખેલાડીઓ હાજર હતા પણ કોઈએ કોઈ ટિપ્પણી કરી નહોતી. પાક ટીમ હાલમાં 9મા સ્થાને છે અને 23 જૂને પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે લોર્ડઝમાં મેચ રમવાની છે.

