વર્લ્ડ કપ સેમીફાઇનલથી 1 અંક દૂર ટીમ ઈન્ડિયાનો મુકાબલો આજે બાંગ્લાદેશ સાથે હતો. બાંગ્લાદેશને 28 રને હરાવી ભારતે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની ટીમે બેટિંગ સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જસપ્રિત બુમરાહે 4 જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી. જ્યારે ભુવનેશ્વર, શામી અને ચહેલને 1-1 વિકેટ મળ્યા. બુમરાહે તેની છેલ્લી ઓવરમાં 2 વિકેટ લીધી. તેને રુબલ હુસૈન(9) અને મુસ્તફિઝુર(0) રહેમાનને બોલ્ડ મારી ભારતને વિજય અપાવ્યો.
