અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઇરાને વળતો જવાબ આપ્યો છે. ઇરાને કહ્યું છે કે, જો અમેરીતા તેની તરફ એક ગોળી પણ છોડશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. ઇરાને અમેરીકાને આ ધમકી તેવા સમયે આપી છે જ્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીને લઇને પોતાનું એક નિવેદન આપ્યું છે.
ઇરાને શનિવારે અમેરીકાને ચેતવણી આપતા કહ્યું કે, જો અમેરીકા તેમની વિરુદ્ધ કોઇ પણ અક્રમક કાર્યવાહી કરે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. મધ્ય પૂર્વમાં સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબોફજલ શકરચીએ કહ્યું કે, ઇરાન તરફ એક ગોળી ચલાવવાથી અમેરીકા અને તેના સહયોગીઓના હિતોમાં આગ લાગી જશે.
તેમણે કહ્યું કે, ઇસ્લામિક ગણારાજ્ય ક્યારેય યુદ્ધ નથી ઇચ્છતું, તે ક્યારે જંગ શરૂ કરવા નથી માંગતું. પરંતુ દુશ્મનની નાની પણ ભૂલ કરે તો તેને મધ્ય અને પશ્ચિમ એશિયામાં ઇરાનથી સૌથી મોટી ક્રાંતિકારી પ્રતિક્રિયાનો સામનો કરશે અને તે નિશ્ચિત રુપથી લડાઇથી નહી બચશે. જો દુશ્મન એક ગોળી પણ છોડશે તો અમે જરૂર તેનો જવાબ આપીશું.
ઇરાન દ્વારા અમેરીકાનું ડ્રોન પછાડ્યા બાદ બંન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતી સર્જાય છે. બંન્ને દેશો વચ્ચે સંબંધો પહેલાથી જ બગડેલા છે. ઇરાન પાસે તેલની નિકાસમાં રુકાવટની આશંકાના કારણે શુક્રવારે તેલની કિંમત 1% વધીને 65 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઇ છે.

