પુના(મહારાષ્ટ્ર): શાકાહારીની જગ્યાએ નોનવેજ(માંસહારી) જમવાનું મોકલવા પર ડિલિવરી કંપની જોમેટો અને પુનાના એક રેસ્ટોરન્ટ પર 55 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. બોમ્બ હાઈકોર્ટ(નાગપુર બેન્ચ)ના વકીલ શનમુખ દેશમુખે આ અંગેની ફરીયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી હતી. કોર્ટે જોમેટો અને રેસ્ટોરન્ટને 45 દિવસમાં રકમ ચુકવવાના આદેશ આપ્યો છે.
વકીલ દેશમુખે જણાવ્યું કે ગત વર્ષે 31 મેના રોજ તે પુના ગયા હતા. અહીં તેમણે જોમેટો એપથી પનીર બટર મસાલાનો ઓર્ડર કર્યો, પરંતુ ડિલીવરી બોયે તેમને ચિકન બટર મસાલા આપ્યું. ફરીયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટે ફરીથી પનીર બટર મસાલા મોકલવાની વાત કરી હતી, પરંતુ ફરીથી તેમને બટર ચિકન મળ્યું. તે દિવસે ગુરૂવાર હતો અને મારો ઉપવાસ હતો.
45 દિવસમાં રકમ ન ચુકવી તો 10 ટકા વ્યાજ લાગશે
કન્ઝ્યુમર ફોરમે આદેશમાં કહ્યું કે જો દંડની રકમ નિર્ધારિત સમય પર ચૂકવવામાં આવશે નહિ તો જોમેટો અને રેસ્ટોરન્ટે આ રકમ પર 10 ટકા વ્યાજ પણ ભરવાનું રહેશે. બેકાળજીના કારણે દંડના 50 હજાર અને માનસિક ત્રાસ બદલ 5 રૂપિયા દેશમુખને મળશે.
જોમેટોએ કહ્યું- મામલામાં કોઈ જાણકારી નથી
કન્ઝ્યુમર ફોરમે નિર્ણયને લઈને જોમેટોના રીજનલ મેનેજર વિપુલ સિન્હાને કહ્યું કે તેમને આ કેસ અંગે કોઈ માહિતી નથી. આ સિવાય દંડ ભરવાનો કોઈ આદેશ પણ કોર્ટમાંથી મળ્યો નથી.

