બુલેટ ટ્રેનના જમીન સંપાદન અંગેનો ચુકાદો મુલતવી રહ્યો

ગુજરાત

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલવે એટલે કે બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનને હાઇકોર્ટમાં પડકારતી અરજીઓનો ચુકાદો મુલતવી રહ્યો છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી.આર. વૈષ્ણવની ખંડપીઠ આ ચુકાદો આપવાની હતી, જે હવે આગામી દિવસો પર મુલતવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોની રજૂઆત છે કે તેમને નવી જંત્રી પ્રમાણે જમીનોનું વળતર મળ્યું નથી. ઉપરાંત જમીન સંપાદન કાયદાની જોગવાઇઓને ધ્યાનમાં લીધા વગર સરકાર તેમની જમીનનું સંપાદન કરી રહી છે.