જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે જુનાગઢનું રાજકારણ ગરમાતુ જાય છે.આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના વોર્ડ નંબર 13ના ઉમેદવાર ધરમન ડાંગરનો ભાઈ વિનુ અને તેમનો પુત્ર કાનો એનસીપી કાર્યાલયે આવ્યા હતા. વોર્ડ નંબર 13 ના ઉમેદવાર દિવ્યાબેન સાવરાણીને પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેવા ધમકી આપી હતી, એવો રેશમાં પટેલે આક્ષેપ કર્યો છે. રેશમા પટેલને પણ ધમકી આપી હોવાનું રેશમા પટેલે જણાવ્યું હતું. એનસીપીના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા નહિતર વેરાવળથી ગુંડાઓ બોલાવી ટાંગા ભાગી નાખવામાં આવશે. એવી ધમકીના આરોપ સાથે રેશમા પટેલ પોલીસ ફરિયાદ આપીને રક્ષણની માંગ કરી છે. સામા પક્ષે ધરમન ડાંગરે તમામ આક્ષેપોને ફગાવી જણાવ્યું હતું કે પોતે અથવા તેનો ભાઈ કે તેનો પુત્ર એનસીપીના ઉમેદવારને જોયા પણ નથી. અને ઓળખતા પણ નથી. રાજકીય રીતે બદનામ કરવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવતા હોવાનું જણાવે છે.

