સીએ-ઈન્ટરમીડિએટનું 28.91 ટકા પરિણામઃ અમદાવાદમાંથી 6 રેન્કર્સ

ગુજરાત શૈક્ષણિક

સીએ કોર્સની ઈન્ટરમીડિએટની ગત નવેમ્બર ૨૦૧૮માં  લેવાયેલી પરીક્ષાનું આજે આઈસીએઆઈ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.જેમા જુના કોર્સનું અને નવા કોર્સનું એકંદરે ૨૮.૯૧ ટકા પરિણામ છે.જુના કોર્સનું ૨૧.૯૮ અને અને નવા કોર્સું ૩૬.૯૫ ટકા પરિણામ છે.આઈસીએઆઈ દ્વારા જાહેર કરવામા આવતા ઓલ ઈન્ડિયા ટોપ ૫૦ રેન્કમાં નવા કોર્સમાં અમદાવાદમાંથી ૪થીવધુ વિદ્યાર્થીઓ છે. આઈસીએઆઈ દ્વારા ૨૦૧૭થી સીએના પુરા અભ્યાસક્રમને બદલવામા આવ્યો છે.જેમાં સીએ કોર્સમાં પ્રવેશ માટેની સીપીટીનું નામ બદલીને ફાઉન્ડેશન કરાયુ છે અને ત્યારબાદના ઈન્ટરમીડિએટ કોર્સનું નામ જે આઈપીસીઈ હતુ તે બદલીને ઈન્ટર કરવામા આવ્યુ છે અને ત્યારબાદ ત્રીજો તબક્કો સીએ ફાઈનલ હોય છે. આજે જાહેર થયેલા સીએ ઈન્ટરમીડિએટના પરિણામમાં  જુના કોર્સમાં ઓલ ઈન્ડિયામાં બોથ ગુ્રપમાં ૨૫૩૭૫ વિદ્યાર્થીમાંથી ૫૫૭૭ વિદ્યાર્થી પાસ થતા ૨૧.૯૮ ટકા પરિણામ રહ્યુ છે. ગુ્રપ-૧માં ૪૦૧૫૭માંથી ૫૦૧૧ અને ગુ્રપ ૨માં ૬૮૮૮૮માંથી ૨૧૭૦૮ વિદ્યાર્થી પાસ થયા છે. નવા કોર્સમાં  બોથ ગુ્રપમાં ૨૧૯૦૯ વિદ્યાર્થીમાંથી ૮૦૯૫ પાસ થતા ૩૬.૯૫ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે  ગુ્રપ ૧માં ૨૪૪૧૧માંથી ૪૫૨૫ અને ગુ્રપ-૨માં ૮૬૫૨માંથી ૩૭૨૪ વિદ્યાર્થી પાસ થયા છે. જુના કોર્સમાં ગત નવેમ્બર ૨૦૧૮૭ના પરિણામની સરખામણીએ પરિણામ ઘટયુ છે જ્યારે  મેના પરિણામની સરખામણીએ થોડુ પરિણામ વધ્યુ છે.જ્યારે નવા કોર્સમાં  મે-૨૦૧૮ના પરિણામની સરખામણીએ નવેમ્બર ૨૦૧૮નું પરિણામ ઘટયુ છે. અમદાવાદ ચેપ્ટરમાં  જુના કોર્સમાં બોથ ગુ્રપમાં ૫૪૮માંથી ૧૩૧ પાસ થતા ૨૩.૯૧ ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે નવા કોર્સમાં બોથ ગુ્રપમાં ૯૮૫માંથી ૩૮૫ વિદ્યાર્થઈ પાસ થતા ૩૯.૦૯ ટકા પરિણામ રહ્યુ છે. ઓલ ઈન્ડિયા ટોપ ૫૦ રેન્કમાં જુના કોર્સમાં એટલે કે આઈપીસીઈમાં અમદાવાદમાંથી બે વિદ્યાર્થી છે જેમાં પિંકી ગુપ્તા ૪૧૦ માર્કસ સાથે ૨૪મા રેન્ક પર અને હર્ષિલ પ્રજાપતિ ૩૮૮ માર્કસ સાથે ૪૩મા રેન્ક પર છે.જ્યારે નવા કોર્સમા અમદાવાદના ૪ વિદ્યાર્થી છે.જેમાં નિમિશા પટેલ ૬૨૬ માર્કસસાથે ૧૦મા ક્રમે, ડિન્કીબેન લાલવાણી ૫૯૭ માર્કસ સાથે ૩૧મા ક્રમે, ભૌતિક જાખણીયા ૫૮૫ માર્કસ સાથે ૪૨મા ક્રમે અને મહેંદીરઝા ભિમાણી ૫૮૪ માર્કસ સાથે ૪૩મા ક્રમે છે. ઓલ ઈન્ડિયા પ્રથમ ક્રમે દિલ્હી બીજા ક્રમે કોલકાતા અને ત્રીજા ક્રમે સિરસાનો વિદ્યાર્થી છે. Suggestive Pic