અમદાવાદ: માનહાની કેસમાં રાહુલા ગાંધીને 15 હજારના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે અને આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાવવાની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. અમદાવાદ ઘી કાંટાની મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહ્યાં હતા.

લોકસભાની ચૂંટણીના પરિણામ અને કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા. કોર્ટ કાર્યવાહા બાદ રાહુલા ગાંધીએ જામીન માટે અરજી કરી જેને જજે મંજુર કરી હતી.

નોટબંધી દરમિયાન રાહુલ ગાંધીએ બેંક પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો. આ અગાઉ આ કેસમાં ગત 27 મેના રોજ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર નહી રહેતા સુનવણી ટળી હતી.

કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીનું એરપોર્ટથી અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી સ્વાગત કર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે અહેમદ પટેલ, અર્જૂન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર રહ્યાં અને કોર્ટ પરિસરમાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યાં. આ મામલે વધુ સુનવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે.