ટ્રાફિક નિયમો વિશે લોકોને જાગૃત કરવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે નવી પહેલ કરી છે. યુપી પોલીસ હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા લોકોની સલામતી વિશે માહિતી પહોંચાડતી રહી છે. યુપી પોલીસે શનિવારે હેલ્મેટ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે ટ્વિટર પર એક રસપ્રદ પોસ્ટ કરી છે. આ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ બની ગઈ છે.
યુપી પોલીસે આ પોસ્ટમાં આમિર ખાનનો એક ફોટો શેર કર્યો છે. આમિર ‘ગજની લુક’માં જોવા મળે છે અને તેની છાતીમાં ‘વૅયર અ હેલ્મેટ’ લખેલું છે.
યુ.પી. પોલીસના આ પ્રયાસની ટ્રાફિકના નિયમો વિશે લોકોને જાગૃત કરવા માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.લોકોએ સોશિયલ મીડિયા પર આ પગલાંની પ્રશંસા કરી છે. યુ.પી. પોલીસની આ પહેલ પ્રશંસાપાત્ર છે તેમ એક વપરાશકર્તાએ લખ્યું છે. લોકોને જાગૃત કરવામાં આ એક ખૂબ જ રસપ્રદ રસ્તો છે. ‘
યુપીમાં તાજેતરના સમયમાં ઘણા માર્ગ અકસ્માત થયા છે જેના કારણે લોકો દ્વારા યુપી ટ્રાફિક પોલીસની આકરી ટીકા કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને, પોલીસે લોકોને જાગૃત કરવાના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવ્યા છે.