બોરિસ જોન્સન બ્રિટનના નવા વડા પ્રધાન બ્રેક્ઝિટને વાસ્તવિક બનાવવા મક્કમ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

યુરોપીયન સંઘ સાથે બ્રિટનના ડાયવર્સ અંગે પ્રવર્તતી મુંઝવણ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સન આજે બ્રિટનના વડા પ્રધાનની ચૂંટણી જીતી ગયા હતા.લંડનના પૂર્વ મેયર અને વિદેશી પ્રધાન જોન્સન 10 ડાઉનીંગ સ્ટ્રીટ માટેની લડાઇમાં વિદેશ મંત્રી જેરેમી હન્ટને હરાવી દેશે એવી એપક્ષા તો હતી જ.બ્રેક્ઝિટ કરાર અંગે થેરેસા મેને રાજીનામું આપવાની પડેલી ફરજથી ગયા મહિનાથી રાજકારણ ગરમાયું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો જ મેને રાજીનામું આપવા દબાણ કરતા હતા.

પરિણામ જાહેર થયાના તરત જ પછી લંડનમાં સંસદ ભવન પાસે કવિન એલિઝાબેથ બીજા સેન્ટરમાં ટોરી પક્ષના સભ્યોને સંબોધતાં 55 વર્ષના જોન્સને કહ્યું હતકું કે ‘શાણપણ કોઇ એક વ્યક્તિ કે પક્ષની ઇજારાશાહી નથી. લોકો ફરીથી આપણી (કન્ઝર્વેટિવ પાર્ટી) તરફ વળ્યા છે. ‘ઇતિહાસમાં આ ઘડીએ મને ખબર છે કે અમે કરી શકીશું. આ મંત્ર બ્રેક્ઝિટ કરાર કરાવશે. દેશને સંગઠીત કરશે અને તેણે (લેબર નેતા) જેરેમી કોર્બીનને હરાવ્યો હતો’.

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘તમારા વિશ્વાસનો પુરેપુરો બદલો આપવા હું પ્રયાસ કરીશ. કામની શરૂઆત હવે થશે. પાર્ટીના 2911 કમિટિના સહ અધ્યક્ષ સાસંદ ચેરિલ ગિલાને જોન્સન 92153 મતોથી જીત્યા છે તે જાહેર કરવા કવર ખોલ્યું હતું. લેબર પાર્ટીના હન્ટને 46656 મત મળ્યા હતા જ્યારે 509 મત રદ થયા હતા.કુલ મતદાન 87.4 ટકા થયું હતું.

નવા વડા પ્રધાન તેમની કેબિનેટના તેમજ અન્ય મંત્રીઓની પસંદગી કરવામાં થોડો સમય લેશે. ગુજરાતી મૂળની પ્રિતિ પટેલ અને ઋષિકેશનો સમાવેશ થાય તેવું મનાય છે. જોન્સન અને હન્ટે પોતપોતાના પક્ષના ભારતીય સમુદાયને રિઝવવાના ખૂબ પ્રયાસો કર્યા હતા.