કોહલીને કેપ્ટનપદે ચાલુ રાખવા માટે ગાવસ્કરને વાંધો, માંજરેકરે કહ્યું- ટીમ વિશ્વકપમાં ખરાબ નથી રમી

ખેલ-જગત મુખ્ય સમાચાર

સુનીલ ગાવસ્કરે વિશ્વકપ બાદ પણ ત્રણેય ફોર્મેટમાં કોહલીને કેપ્ટન બનાવવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન હોવા જોઇએ . તેના જવાબમાં પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર સંજય માંજરેકરે કોહલીના બચાવમાં આ નિવેદનથી અસહમતી દર્શાવી છે.

માંજરેકરે ટ્વિટ કર્યું, ‘હું ખૂબ સન્માન સાથે સિલેક્ટર્સ અને વિરાટ કોહલીને કેપ્ટન બનાવી રાખવાની ગાવસ્કર સરની સલાહ પર અસહમતિ દર્શાવું છું. ભારતીય ટીમે વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન નથી કર્યું. ટીમે સાત મેચ જીતી અને બે હારી. છેલ્લી મેચમાં ખૂબ નજીકથી હાર મળી. સિલેક્ટર્સના રૂપમાં પદથી વધારે જરૂરી ગુણ ઇમાનદારી છે. ‘

શું કહ્યું હતું ગાવસ્કરે ?

ગાવસ્કરે એક લેખમાં લખ્યું હતું, ‘અમારી જાણકારી પ્રમાણે તેમની(કોહલી) નિયુક્તિ વિશ્વકપ સુધી હતી. ત્યારબાદ સિલેક્ટર્સે આ મામલા પર મીટિંગ બોલાવવી જોઇતી હતી. એ અલગ વાત છે કે તે મીટિંગ પાંચ મિનિટ જ ચાલત પણ તેવુ થવું જોઇતું હતું. ‘ એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી અખિલ ભારતીય સિલેક્શન સમિતિએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે કોહલીને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. આ સીરિઝની શરૂઆત ફ્લોરિડામાં થનારા ટી-20 મુકાબલાથી થશે.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સંચાલકોની સમિતિ(CoA- Committee of Administrators)એ સાફ કરી દીધું કે આ વિશ્વકપમાં ટીમના પ્રદર્શન પર રિવ્યૂ બેઠક નહીં બોલાવવામાં આવે પરંતુ આ વિશ્વકપમાં ટીમના પ્રદર્શનને લઇને ટીમ મેનેજરના રિપોર્ટ પર જરૂર વિચાર કરશે. ગાવસ્કરે સમગ્ર મામલાની હંસી ઉડાવતા લખ્યું કે શા માટે કોહલીને તેની મરજી પ્રમાણે ટીમ પસંદ કરવાનો હક મળે છે.

ગાવસ્કરે લખ્યું, ‘સિલેક્શન સમિતિમાં બેઠેલા લોકો કઠપૂતળી છે. પુનર્નિયુક્તિ બાદ કોહલીને મીટિમાં ટીમને લઇને પોતાના વિચાર રાખવા માટે બોલાવવામાં આવ્યો. પ્રક્રિયાને બાયપાસ કરવાથી એ સંદેશ આપ્યો કે જાધવ, દિનેશ કાર્તિકને ખરાબ પ્રદર્શનના કારણે ટીમથી બહાર કરવામાં આવ્યા. જોકે વિશ્વકપ દરમિયા અને તેના પહેલા કેપ્ટને આ ખેલાડીઓ પર જ ભરોસો દાખવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ટીમ ફાઇનલમાં ન પહોંચી શકી. ‘

બીસીસીઆઇના એક જૂથનું એવું માનવું હતું કે 2023 વિશ્વકપને ધ્યાનમાં રાખતા ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન બનાવવા એક સારું પગલું હોઇ શકતુ હતું અને તેનાથી આગામી સમયમાં ટીમને ફાયદો થાત.