2019ની ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી યાદીમાં દીપિકા પદુકોણ સામેલ

ફિલ્મ જગત

દીપિકા પદુકોણ ફરી એક વખત ૨૦૧૯ની દુનિયાની સૌથી વધુ પસંદ થનારી મહિલાઓની યાદીમાં આવી ગઇ છે.

આ લિસ્ટમાં તે બોલીવૂડની એક માત્ર અભિનેત્રી છે. ફોર્બર્સ ઇન્ડિયાએ બહાર પાડેલી આ યાદીમાં દીપિકા પ્રથમ ૧૦૦માંથી ટોપ પાંચમાં સામેલ થઇ છે.

આ પહેલા દીપિકાને ફિલ્મોમાં ઉત્તમ અભિનય માટે ‘બોલીવૂડની દુનિયાની સૌથી ‘ગોરજ્યિસ મહિલા’નુ ટાઇટલ જીત્યું છે.

પોતાના દમદાર રોલ્સ અને ઇવેન્ટમાં પોતાની ક્લાસી સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાથે એન્ટ્રી લેનારી દીપિકા હવે ખૂબસૂરતીનું પ્રતીક બની ગઇ છે.

રાણી પદમાવતી તરીકેની રૂપેરી પડદે બહાદુરી દાખવનાર આ અભિનેત્રી હવે એસિડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્‍મી અગ્રવાલ પર આધારિત ફિલ્મમાં કામ કર્યું છે.

આ ઉપરાંત તે કપિલ દેવ પર આધારિત ફિલ્મમાં પણ પતિ રણવીર સિંહ સાથે જોવા મળવાની છે.

આ ફિલ્મમાં આ યુગલ પતિ-પત્ની તરીકે જોવા મળશે. લગ્ન બાદ પ્રથમ વખત તેઓ આ ફિલ્મમાં સાથે જોવા મળશે.