મહિલા ક્રિકેટમાં લેડી સચિન પણ કહેવામાં આવે છે. મિતાલી રાજના કારણે ભારતમાં મહિલા ક્રિકેટને આગવી ઓળખ મળી છે. તેમણે ક્રિકેટમાં નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. પરંતુ ઘણા ઓછા લોકો તેના જીવનના કેટલાક રહસ્યો વિશે જાણે છે. તો ચાલો આજે તમને જણાવીએ મિતાલી રાજના જીવનને કેટલીક રોચક વાતો.
1. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર 1982ના રોજ જોધપુરમાં થયો હતો. તેઓ તમિલ પરીવારમાંથી આવે છે અને તેમના પિતા વાયુ સેનામાં અધિકારી હતા. તેમણે માત્ર 10 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.
2. મિતાલી રાજ એક ડાંસર બનવા ઈચ્છતી હતી. તેમણે શરૂઆતના દિવસોમાં ભરતનાટ્યમ શીખ્યું પણ હતું અને તે તે ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતી હતી. પરંતુ ભાગ્યના કારણે તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને પછી પાછળ ફરીને ક્યારેય ન જોયું.
3. મિતાલી રાજ પહેલા ખૂબ આળસુ હતા. ક્રિકેટ તેમને ગમતું પણ ન હતું. તેમના માતાપિતાએ તેમને ક્રિકેટ રમતા શીખવ્યું. તેમના પિતા વાયુસેનામાં હતા તેથી તેમની ઈચ્છા હતી કે તેમની દીકરી આળસુ નહીં એક્ટિવ અને અનુશાસિત હોય. મિતાલીએ તેના માતાપિતા ખુશ થાય તે માટે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.
4. જો તે ક્રિકેટર ન બની હોત તો તેઓ સિવિલ સર્વિસમાં જવાની ઈચ્છા રાખે છે. જો કે તેમના જણાવ્યાનુસાર તે ભરતનાટ્યમને લઈને પણ ગંભીર હતા.
5. મિતાલી રાજને લેડી સચિન પણ કહેવામાં આવે છે. જ્યારે મિતાલી 5000 વનડે રન કરનાર બીજી મહિલા ક્રિકેટર બની ત્યારે ટ્વીટર પર તેમને લેડી સચિન નામથી બોલાવવામાં આવ્યા. તેઓ રેલ્વે માટે પણ રમે છે.
6. મિતાલી રાજએ 1999માં આયરલેન્ડ મહિલા ટીમ વિરુદ્ધ વન ડેમાં પોતાના ડેબ્યૂ મેચમાં અણનમ 114 રન બનાવ્યા હતા. જે લિન થોમસ અને નિકોલ બોલ્ટન બાદ એક મહિલા ક્રિકેટર દ્વારા વનડેમાં બનાવેલો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. તે સમયે મિતાલી 16 વર્ષના હતા અને તે ડેબ્યૂ મેચમાં સદી બનાવનાર સૌથી નાની ઉંમરની મહિલા ક્રિકેટર બની હતી.
7. મિતાલી રાજ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર મહિલા ખેલાડી છે. તેમના નામે હાલ 6720 રન છે. તેમણે 203 વન ડે રમ્યા છે. 158 મેચમાંથી તેમણે ભારતીય મહિલા ટીમ માટે 109 મેચ રમ્યા છે.
8. મિતાલી રાજએ 17 વર્ષની કારર્કિદી દરમિયાન વર્ષ 2006માં સૌથી વધારે રન બનાવ્યા છે. તે વર્ષમાં તેણે 23 મેચ રમ્યા જેમાં 45.60ની એવરેજથી 684 રન બનાવ્યા હતા. તેમણે વનડે મેચમાં 7 સદી પણ ફટકારી છે. જે કોઈ ભારતીય મહિલા ક્રિકેટર દ્વારા કરેલી સૌથી વધારે સદી છે.
9. મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી નાની ઉંમરની કેપ્ટન છે. તેમની કેપ્ટનસીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ 2006માં ઈંગ્લેંડ વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ સીરીઝ જીતી હતી.
10. વર્ષ 2003માં મિતાલી રાજને ભારત સરકાર તરફથી અર્જુન પુરસ્કાર એનાયત કરાયો હતો. એપ્રિલ 2015માં વિજડન ઈંડિયા ક્રિકેટર ઓફ ધ યર જીતનાર તે પહેલી મહિલા ક્રિકેટર બની હતી. તે જ વર્ષમાં મિતાલીને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

