હૃતિક રોશને ‘ક્રિષ 4’ની સ્ક્રિપ્ટ ફાયનલ સ્ટેજમાં હોવાનું જણાવ્યું

ફિલ્મ જગત

ગયા વરસે હૃતિક રોશનના જન્મદિવસે પિતા રાકેશ રોશને ઘોષણા કરી હતી કે, તેઓ ‘ક્રિષ ૪’ પર કામ કરી રહ્યો છે અને આ ફિલ્મને ૨૦૨૦ની નાતાલના દિવસે રીલિઝ કરવામાં આવશે. જોકે આ બાદ આ ફિલ્મ ચર્ચામાં નહોતી. પરંતુ હવે હૃતિકે જ આ ફિલ્મ વિશે માહિતી આપી છે.

” મારી સુપરહીરોવાળી ફિલ્મની ચોથી સીઝ પર હાલ કામ ચાલી રહ્યું છે. સ્ક્રિપ્ટ ફાઇનલ સ્ટેજમાં છે. આ ફિલ્મ ૨૦૨૦માં રીલિઝની યોજના હતી. પરંતુ હવે આગળ મારા પ્લાન પર નિર્ભર થશે. જો હું મારી આ ફિલ્મ પહેલા અન્ય ફિલ્મનું કામ શરૂ કરી દઇશ તો કદાચ રીલિઝ તારીખ લંબાવવી પણ પડે,” તેમ હૃતિકે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું.

રસપ્રદ વાત તો એ છે કે, નાતાલ ૨૦૦૨૦ના દિવસે તો અત્યાર સુધીમાં બે ફિલ્મોની ઘોષણા થઇ ચુકી છે. જેમાં અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે અને આમિર ખાનની ‘લાલસિંહ ચડ્ડા’ છે.