કુરુક્ષેત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપ્યો હતો. તેમણે આ દરમિયાન વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. મંગળવારે મોદીએ જણાવ્યું હતું કે જે ભ્રષ્ટ છે તેને જ મોદીથી કષ્ટ છે. કેટલાક દાગી લોકો મોદીને ગાળો આપી રહ્યા છે, તપાસ એજન્સીઓને ધમકાવવામાં અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવામાં લાગી ગયા છે. જોકે હું નથી ડરતો અને આવા લોકો વિરુદ્ધ તપાસ વધુ ઝડપી બનાવવામાં આવશે. અમારો ઉદ્દેશ કચરાને કંચન બનાવવાનો છે. અહીં આયોજીત સ્વચ્છ શક્તિ ૨૦૧૯માં સ્વચ્છતાનો મંત્ર આપતા વિરોધીઓ પર મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. ઇમાનદાર લોકો છે તેમને આ ચોકીદાર પર પુરો વિશ્વાસ છે પણ જે લોકો ભ્રષ્ટ છે તેને જ મોદીથી કષ્ટ છે.

