ચહેરાને ફ્રેશ અને નેચકલ લુક આપવા માટે સૌથી પહેલા કંસીલરનો ઉપયોગ કરવો. કંસીલરના બે શેડનો ઉપયોગ કરવો જેમાં લાઈટ શેડ આંખ નીચે અને ડાર્ક કંસીલર ચહેરાના બાકીના ભાગ પર લગાવો.
જો ચહેરાને સુંદર બનાવવો હોય તો હંમેશા ધ્યાનમાં રાખવું કે હોઠ પર ડાર્ક લિપસ્ટિક લગાવો અને ચહેરાનો મેકઅપ લાઈટ કરવો. હોઠને સુંદર અને બોલ્ડ બનાવવા માટે સૌથી પહેલા હોઠ પર પણ કંસીલર લગાવો. ત્યારબાદ લિપસ્ટિક અને લાઈનરથી હોઠને શેપ આપો. સૌથી પહેલા આંખને લાઈટ કલરના ફાઉંડેશન તૈયાર કરો.
ત્યારબાદ લાઈટ ગ્રે કલરની આઈલાઈનરથી ઉપર અને નીચે લાઈનર કરો. ત્યારબાદ આંગળીની મદદથી તેને સ્મજ કરો જેથી આંખને સ્મોકી લુક મળે છેલ્લે મસ્કારા લગાવો. વાળને પણ મેકઅપ કર્યા બાદ સેટ કરો. વાળમાં ક્રીમ લગાવો જેથી વાળમાં ચમક આવે અને વાળ રુક્ષ ન દેખાય.