ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ઈઝરાયલે ભારતને કહ્યુંઃ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનીની દોસ્તી ચર્ચામાં આવી છે. ફ્રેન્ડશીપ ડેના નિમિત્તે ઈઝરાયેલે ભારતને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. ભારત સ્થિત ઈઝરાયેલના દૂતાવાસે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે 2019 ઈન્ડિયા ! આપણી વધતી દોસ્તી અને મજબૂત થતી ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચશે.’

આ ટ્વીટ સાથે ઈઝરાયેલના દૂતાવાસ તરફથી એક વીડિયો એટેચ કરાયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના ઈઝરાયેલી સમકક્ષ બેન્ઝામિન નેતન્યાહૂ હાથ મિલાવતી એક કેટલીક તસવીર છે.

આ વીડિયોના બેંકગ્રાઉન્ડમાં ‘શોલે ફિલ્મ’ના ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’નો ઉપયોગ કરાયો છે.

ફ્રેન્ડશીપ ડેના અવસરે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂના શુભેચ્છા સંદેશ પર વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનો સંદર્ભ આપતાં ભારત સ્થિત ઈઝરાયેલ દૂતાવાસના ટ્વીટ હેન્ડલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, ‘મારા સારા મિત્ર બેન્ઝામિન નેતન્યાહૂ અને ઈઝરાયેલના શાનદાર નાગરિકોને હેપ્પી ફ્રેન્ડશીપની શુભેચ્છા.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ‘ઈઝરાયેલ ઈન ઈન્ડિયા’ના એક ટ્વીટનો જવાબ આપ્યો, જેમાં ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂને સંબોધીને વધુમાં લખ્યું છે કે,‘ભારત અને ઈઝરાયેલ સારા દોસ્ત છે. આપણું બંધન મજૂબત અને શાશ્વત છે ! બની શકે છે કે આપણા બંને રાષ્ટ્રોની વચ્ચેની મૈત્રી આવનાર સમયમાં વધુ ગાઢ અને સમૃદ્ધ થાય !’

અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, 2019માં લોકસભા ચૂંટણીની જીત બાદ મોદીને અભિનંદન પાઠનાર પ્રથમ વૈશ્વિક નેતા બેન્ઝામિન નેતન્યાહૂ હતાં.