જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને વિરોધ કરનાર અને રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર પીડીપીના સાંસદ ફૈયાઝ લાવે પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 અને જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ રજૂ કરતા વિપક્ષી પાર્ટીઓએ હોબાળો શરૂ કરી દીધો. જે બાદ રાષ્ટ્રપતિએ હોબાળો મચાવી રહેલા સાંસદોને પાછા જવાનું કહ્યુ પરંતુ કોઈપણ માન્યા નહીં.
પીડીપીના સાંસદ મીર ફયાજ અને નજીર અહેમદે પ્રસ્તાવના વિરોધમાં રાજ્યસભામાં જ બંધારણની પ્રત ફાડી દીધી, જે બાદ વૈકેંયા નાયડુએ તેમને બહાર મોકલી દીધા. આ સાંસદોએ વિરોધ કરતા પોતાના કપડા પણ ફાડ્યા અને આને કાશ્મીરના લોકોની સાથે દગો ગણાવ્યો.

