ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાનના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઇ છે. રઘવાયા થયેલા પાકિસ્તાને હવે આ મામલે હસ્તક્ષેપ કરવા સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા પાસે મદદની ગુહાર લગાવી છે. પરંતુ બંનેએ આ બાબતને ભારતનો આંતરિક મામલો ગણાવી હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત પાકિસ્તાનનું નાક કપાયું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને દફન કરી દેતા પાકિસ્તાને હવે રોકકળ શરૂ કરી છાજીયા લેવા માંડ્યા છે. રઘવાયા બનેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા પાસે આ મુદ્દે હસ્તક્ષેપ કરી મદદની ગુહાર લગાવી છે. પરંતુ બંનેએ હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વધુ એક વખત ભોંઠુ પડ્યું છે.
અમેરિકાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતની કલમ 370 ખત્મ થયા પછી અમારી નજર જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર છે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગુસે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને શાંતિ જાળવી રાખે. અમે ભારતે કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લીધો અને તેના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાગલા કરવાનો નિર્ણય પણ ધ્યાને લીધો છે. ભારતે અમને કહ્યું કે આ તેમનો અંગત મામલો છે. અમે બંને દેશોને એલઓસી પર શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ પણ કલમ 370 મુદ્દે હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે કાશ્મીરમાં તણાવની સ્થિતિ પર અમારી નજર છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીવન દુજૌર્રિકે પાસે કાશ્મીર વિવાદના ઉકેલ માટે સૂચન માંગવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કાશ્મીર મામલે મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો પક્ષ સ્પષ્ટ છે. જો ભારત અને પાકિસ્તાન કહેશે તો અમે તેમની મદદ માટે હંમેશા તૈયાર છીએ. આમ સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ આડકતરી રીતે 370 હટાવવાના ભારતના નિર્ણયને તેનો આંતરિક મામલો ગણાવી હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જેના કારણે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે વધુ એક ઝટકો લાગ્યો છે.a