આર્ટિકલ 370ના અંતર્ગત જમ્મુ કશ્મીરને મળેલા વિશેષાધિકારોને પૂર્ણ કરાયા અને રાજ્યના પુનર્ગઠન બાદ કશ્મીરમાં 144 કલમ લાગેલી છે. વાદીમાં સુરક્ષાની અભૂતપૂર્વ તૈયારીઓ છે અને હાલમાં રસ્તાઓ પર સન્નાટો છવાયેલો છે. જોકે આ દરમિયાન કેટાલક વીડિયો સામે આવ્યા છે જે સરકાર સાથે પુરા દેશને રાહત પહોંચાડનાર છે. વીડિયોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સામાન્ય કશ્મીરીઓ સાથે ગલીઓમાં ગુમતા અને ભોજન લેતા જોવા મળ્યા છે. કશ્મીરી પણ તેમની સાથે ઉત્સાહથી સંવાદ કરતાં નજરે પડ્યા છે.
આપને જણાવી દઈએ કે જમ્મૂ કશ્મીર પર કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણય બાદ ઘણા લોકોને એ આશંકા હતી કે રાજ્યમાં સ્થિતિ બગડી શકે છે, અલગાવાદીઓ ભડકાવી શકે છે. સંસદમાં ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ સરકારને ચેતવી પણ હતી. જોકે, સ્થિતિ પુરી રીતે નિયંત્રણમાં છે. ડોભાલ મંગળવારથી જ કશ્મીરમાં હાજર છે અને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.
બુધવારે તે કશ્મીરની ગલીઓમાં ગુમતા નજરે પડ્યા હતા. આતંકથી અસરગ્રસ્ત શોપિયામાં તે સામાન્ય નાગરિકો સાથે ઘૂમ્યા અને બિરિયાની આરોગી હતી. તેમણે અહીં લોકોને જણાવ્યું કે આ નિર્ણય સરકારે કશ્મીરના લોકોના હિતમાં લીધો છે. તેમણે કોઈ ચિંતા કરવાની જરુર નથી. એક વીડિયોમાં તે કહી રહ્યા છે કે તમામ લોકો આરામથી રહો, ઉપરવાળાની મહેરબાની છે. બધુ સારું થઈ જશે. આપની સુરક્ષા, સલામતી… આ અમારા લોકોનો પ્રયત્ન છે. અહીં ખુશાલી આવશે. આપના બાળકો અને બાળકોના બાળકોને અહીં શાંતિથી રહી શકે, આગળ વધી શકશે. દુનિયામાં પોતાનું નામ, કામ કરી શકશે. પોતાના માટે, પોતાના ધર્મ માટે, પોતાના દેશની સુરક્ષા માટે કરી શકશે. સારા નાગરિક બને.

