અમેરિકાએ પાકિસ્તાનને આકરામાં આકરો સંદેશ આપતા કહ્યું છે કે તેઓ ભારતને ધમકી આપવાની જગ્યાએ પોતાની સરજમીન પર પોષતા આતંકવાદની વિરૂદ્ધ કાર્યવાહી કરે. અમેરિકાનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ભારતમાંથી કલમ 370 અને કલમ 35Aને હટાવીને જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાના જવાબમાં પાકિસ્તાનને ભારતની વિરૂદ્ધ કૂટનીતિક સંબંધોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આની પહેલાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે ભારતના આ નિર્ણયનો અંજામ ભોગવવો પડશે. આ પરિપ્રેક્ષ્યમાં અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ દેશમાં પોષતા આતંકી માળખાની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરીને દેખાડે.
અમેરિકન હાઉસ અફેર્સ કમિટીના એક નિવેદનમાં આ વાત કહી છે. આ કમિટીના ચેરમેન એલિએટ એલ અંગેલ અને સેનેટર બોબ મેનેંડેઝ એ સંયુકત નિવેદન રજૂ કરતાં આ વાત કહી. બૉબ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના રેન્કિંગ મેમ્બર છે. નિવેદનમાં કહ્યું છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર હોવાના નાતે ભારતની સમક્ષ પોતાના તમામ નાગરિકોની સુરક્ષા અને સમાન અધિકારોને પ્રોત્સાહિત કરવાની જવાબદારી છે. આ જ રીતે બધા માટે દરેક પ્રકારની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી, સૂચાનની ઉપલબ્ધતા અને કાયદા પ્રમાણે સૌને સમાન સંરક્ષણ આપવાની તક છે. પારદર્શિતા અને રાજકીય સહભાગિતા પ્રતિનિધિ લોકતંત્રનો આધારસ્તંભ છે. અમને આશા છે કે જમ્મુ-કાશ્મીરમાં આ સિદ્ધાંતોનું અનુપાલન કરશે.
તેની સાથે જ આ નિવેદનમાં પાકિસ્તાનને કહ્યું છે કે LoC પર ઘૂસણખોરી કરવાના સમર્થન સહિત પાકિસ્તાને કોઇપણ પ્રકારની બદલાની કાર્યવાહીથી બચવું જોઇએ. તેની સાથે જ પાકિસ્તાની જમીન પર પોષતા આતંકી માળખાની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરીને દેખાડવી જોઇએ.