CM રૂપાણીનો રાહુલ ગાંધીને સવાલ

ગુજરાત મુખ્ય સમાચાર

લોકસભાની ચૂંટણી 2019નું રણશીંગું ફૂંકવા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વલસાડના ધરમપુર આવ્યા તે પહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પીપાના નવનિર્મિત બિલ્ડિંગ અને મહિલા હોસ્ટેલનું લોકાર્પણ કર્યા બાદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે. પૂર્ણ બહુમતમાં કૉંગ્રેસની સ્થિતિ સારી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સીએમ વિજય રૂપાણીએ સ્પીપાના નવનિર્મિત બિલ્ડિંગ અને મહિલા હોસ્ટેલનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે, સ્પીપા ભવિષ્યના ગુજરાતના વહીવટી અધિકારીઓને તૈયાર કરવાની સંસ્થા છે. યુવાઓ વહીવટી કુશળતા ધરાવતા તેમજ યુપીએસસી અને જીપીએસસીમાં વધુ સારી રીતે પાસ થઈને દેશમાં સેવા આપે તેના માટે સ્પીપા કાર્યરત છે. વિજય રૂપાણીએ સરકાર અંગે જણાવતા કહ્યું કે, સરકાર પ્રત્યે લોકોની શ્રદ્ધા વધે સરકારી યોજનાનો લાભ વચેટિયા વગર મળશે તેવું વાતાવરણ છેલ્લાં પાંચ વર્ષમાં બનાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં સરકારે 1 લાખ ભરતી કરી છે. સરકારી નોકરી સ્પર્ધાત્મક થઈ ગઈ છે.