વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં કાશ્મીરના લોકોને નવી ઉંચાઇએ પહોંચાડીને કેવી રીતે સરકાર આગામી દિવસોમાં વિકાસ માટે કાર્યો કરશે તેની રૂપરેખા આપી હતી.
મોદીના ભાષણના અંશ
મોદીએ કહ્યું, 370ના કારણે 42 હજાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિકાસ એ ગતિથી ન થયો જેના તે હકદાર છે. હવે વ્યવસ્થાની કમી દૂર થવાથી જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોનું વર્તમાન તો સુધરશે જ પરંતુ તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત થશે. દેશમાં કોઇ સરકાર હોય , તે સંસદમાં કાયદો બનાવી દેશની ભલાઇ માટે કામ કરે છે. કોઇ પણ પાર્ટીની સરકાર હોય. આ કાર્ય નિરંતર ચાલતું રહે છે. સંસદમાં ચર્ચા થાય છે. બહાર ચર્ચા થાય છે. ચિંતન થાય છે. તેની જરૂરિયાત, તેના પ્રભાવને લઇને ગંભીર મુદ્દાઓ રાખવાામાં આવે છે. આવો કાયદો દેશનું ભલુ કરે છે. સંસદ આટલી મહેનતથી કાયદો બનાવે અને એ દેશના એક ભાગમાં લાગુ ન થાય .
જે કાયદો દેશની પુરી આબાદી માટે બનતો હતો તેના લાભથી જમ્મુ કાશ્મીરના દોઢ કરોડથી વધુ લોકો વંચિત રહેતા હતા. વિચારો દેશના અન્ય રાજ્યોમાં બાળકોને શિક્ષાનો અધિકાર છે
પરંતુ જમ્મુ કાશ્મીરના બાળકો તેનાથી વંચિત હતા. શું ગુનો છે તેમનો ?દેશની અન્ય દીકરીઓને જે હક મળે છે તેજમ્મુ કાશ્મીરની દીકરીઓને નથી મળતો.દેશના અન્ય રાજ્યોમાં સફાઇ કર્મચારીઓ માટે સફાઇ કર્મચારી એક્ટ લાગુ છે પરંતુ કાશ્મીરના કર્મચારીઓ વંચિત છે.દેશના અન્ય રાજ્યોમાં દલિતો પર અત્યાચાર રોકવા કડક કાયદા લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં તેવુ ન હતુ.દેશના અન્ય રાજ્યોમાં અલ્પસંક્ષ્યકોના હિતો માટે માઇનોરીટી એક્ટ લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં તેવું ન હતું. દેશના અન્ય રાજ્યોમાં મજુરોના હિતોની રક્ષા માટે મિનિમમ વેજીસ એક્ટ લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં તે નથી દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી સમયે એસટી એસસી ભાઇઓ બહેનોને આરક્ષણનો લાભ મળતો હતો પરંતુ જમ્મુ કાશ્મીરમાં તેવું ન હતું
વધુમાં તેમણે કહ્યું-મિત્રો હવે આર્ટીકલ 370 અને 35 એ વિતેલા ઇતિહાસની વાત થઇ ગયા બાદ તેના નકારાત્મક પ્રભાવોથી પણ જમ્મુ કાશ્મીર તુરંત બહાર નીકળશે તેનો મને પૂરો વિશ્વાસ છે.
નવી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારની એ પ્રાથમિકતા રહેશે કે રાજ્યના કર્મચારીઓને ,જેમા જમ્મુ કાશ્મીરની પોલીસ પણ સામેલ છે -તેમને અન્ય કેન્દ્રશાસિતના કર્મચારીઓ અને ત્યાની પોલીસની બરાબરીની સુવિધા મળે. અત્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનેક એવી સુવિધા જેમ કે એલટીસી, હાઉસ રેન્ટ અલાઉન્સ, એજ્યુકેશન અલાઉન્સ, હેલ્થ સ્કિમ જેવી અનેક સુવિધા અપાય છે.જેમાંથી મોટાભાગની જમ્મુ કાશ્મીરના કર્મચારીઓને નથી મળતી .આવી સુવિધાઓનું તત્કાલ રિવ્યૂ કરાવીને તુરંતજ જમ્મુ કાશ્મીરના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આપવામાં આવશેટૂંક સમયમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં દરેક કેન્દ્રીય અને રાજ્યની ખાલી જગ્યાઓને ભરવાની પ્રક્રિયા શરુ કરવામા આવશેતેનાથી સ્થાનિક લોકોને રોજગારના અવસર મળશે
કેન્દ્ર સરકારની પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તે સિવાય સેના અને અર્ધસૈનિક દળો દ્વારા સ્થાનિય યુવાઓની ભરતી માટે રેલીઓનું આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજાનાનો વિસ્તાર કરવામાં આવશે જેથી વધારે વિદ્યાર્થીઓને લાભ મળે. જમ્મુ કાશ્મીરમાં રાજસ્વ ખોટ પણ ઘણી થઇ છે. આ ખૂબ ચિંતાનો વિષય હોય છે. કેન્દ્ર સરકાર એ પણ ધ્યાન રાખશે કે તેના પ્રભાવને ઓછો કરવામાં આવે.કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવતાજ અમુક સમય માટે જમ્મુ કાશ્મીરને સીધા કેન્દ્ર સરકારના શાસનમાં રાખવાનો નિર્ણય ખૂબ વિચારીને લીધો છે.તેનું કારણ સમજવું પણ જરૂરી છે.
જ્યારથી અહીં ગવર્નર શાસન છે, જમ્મુ કાશ્મીરનું પ્રશાસન સીધુ કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. તેના લીધે છેલ્લા અમુક મહિનાઓમાં અહીં ગુડ ગવર્નન્સ અને વિકાસનો વધુ સારો પ્રભાવ જમીન પર દેખાઇ રહ્યો છે. જે યોજનાઓ પહેલા માત્ર કાગળોમાં રહી ગઇ હતી તેમને હવે જમીન પર ઉતારવામાં આવી રહી છે. દાયકાઓથી લટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળી રહી છે.જમ્મુ કાશ્મીર પ્રશાસનમાં નવી કાર્યસંસ્કૃતિ અને પારદર્શિતા લાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે.તેના લીધે ઇરીગેશન પ્રોજેક્ટ, પાવર પ્રોજેક્ટ્, એન્ટી કરપ્શન બ્યૂરો વગેરેના કામમાં સ્પીડ આવી છે
કનેક્ટીવીટી, રોડ, નવી રેલવેના કામ, એરપોર્ટના આધુનિકરણ , દરેક કામોને સ્પીડમાં આગળ વધારવામાં આવી રહ્યા છે.
દેશમાં લોકતંત્ર એટલું મજબૂત છે પરંતુ તમે એ જાણીને ચોંકી જશો કે જમ્મુ કાશ્મીરમાં દાયકાઓથી હજારો , લાખોની સંખ્યામાં એવા ભાઇ બહેન રહે છે જેમને લોકસભાની ચૂંટણીમાં વોટનો અધિકાર છે પરંતુ તે વિધાનસભા અને ત્યાની પંચાયત કે નગરપાલિકામાં મતદાન કરી નથી શકતા અને ચૂંટણી પણ નથી લડી શકતા. આ એ લોકો છે જે વિભાજન બાદ પાકિસ્તાનથી ભારત આવ્યાં હતાં. બીજા રાજ્યોમાં તેમને આ અધિકાર છે . માત્ર જમ્મુ કાશ્મીરમાં નથી. શું આ લોકો સાથે અન્યાય આવી રીતે જ ચાલતો રહેત ?
હું એક મહત્વપૂર્ણ વાત હજુ સ્પષ્ટ કરવા માગુ છું. તમારો જનપ્રતિનધિ તમારા દ્વારાજ પસંદ કરવામાં આવશે. તમારી વચ્ચેથી આવશે. જેમ પહેલા ધારાસભ્ય હતા તેવી જ રીતે ધારાસભ્ય આગળ રહેશે. કેબિનેટ, મંત્રીપરિષદ પણ આગળ એવી જ રહેશે. જેમ પહેલા તમારા મુખ્યમંત્રી રહેતા એમજ તમારા મુખ્યમંત્રી રહેશે. આ નવી વ્યવસ્થા અંતર્ગત આપણે સૌ મળીને અલગાવવાદથી જમ્મુ કાશ્મીરને મુક્ત કરાવશું. જ્યારે ધરતીનું સ્વર્ગ, આપણુ જમ્મુ કાશ્મીર ફરી એકવાર વિકાસની નવી ઉંચાઇઓને પાર કરીને સમગ્ર વિશ્વને આકર્ષિત કરવા લાગશે ત્યારે નાગરિકોના જીવનમાં ઇઝ ઓફ લિવીંગ વધશે. તેમના હકનું બેરોકટોક મળવા લાગશે. શાસન પ્રશાસનની દરેક વ્યવસ્થા જનહિતના કાર્યોને ગતિથી આગળ વધારશે. તો હું નથી માનતો કે કેન્દ્રશાસિત પ્રદેશની વ્યવસ્થા જમ્મુ કાશ્મીરમાં ચલાવી રાખવાની જરૂરત પડશે.લદ્દાખમાં તે બની રહશે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે આવનારા સમયમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી થાય. નવી સરકાર બને.નવા તેજસ્વી ઉર્જાવાન એમએલએ બને, મંત્રી બને, મુખ્યમંત્રી બને. હં ભરોસો આપુ છું કે તમને ખૂબ ઇમાનદારી સાથે પુરા પારદર્શક વાતાવરણમાં તમારા પ્રતિનિધી પસંદ કરવાનો અવસર મળશે.
કાશ્મીરમાં વીજળી પહોંચાડવાનું કામ હોય, રાજ્યને ઓપન ડીફીકેશન ફ્રી બનાવવામાં પંચાયતના સદસ્યોની ભૂમિકા રહી છે.પંચાયતમાં ચૂંટાયેલી બહેનોએ પણ સારુ કામ કર્યું છે.370 હટયા બાદ જ્યારે આ સદસ્યોને નવી વ્યવસ્થામાં કામ કરવાનો મોકો મળશે તો તેઓ કમાલ કરી દેશે.જમ્મુ કાશ્મીરની જનતા અલગાવવાદને પરાસ્ત કરીને નવા સપના અને ઉર્જા સાથે આગળ વધશે.જમ્મુ કાશ્મીરની જનતા ગુડ ગવર્નન્સ અને પારદર્શિતાના વાતવારણમાં નવા ઉત્સાહ સાથે તેમના લક્ષ્યો પ્રાપ્ત કરશે.
દાયકાઓના પરિવારવાદે જમ્મુ કાશ્મીરના મારા યુવાઓને નેતૃત્વનો અવસર જ નથી આપ્યો. હવે મારા યુવા જમ્મુ કાશ્મીરનું નેતૃત્વ કરશે અને નવી ઉંચાઇઓ પર લઇ જશે.હું જમ્મુ કાશ્મીર અને લદ્દાખના નવયુવાનો અને બહેન દીકરીઓને વિશેષ આગ્રહ કરીશ કે તમારા વિસ્તાર માટે આગળ આવો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં દુનિયાનું સૌથી મોટુ ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનવાની ક્ષમતા છે. તેના માટે બદલાવ કરવામાં આવી રહ્યો છે.પણ તેમાં મને દરેક હિન્દુસ્તાનીનો સાથ જોઇએ છે. એક જમાનો હતો જ્યારે બોલીવુડની શુટિંગ માટે કાશ્મીર પસંદગીની જગ્યા હતી. હવે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિઓ સામાન્ય થશે તો દેશ જ નહીં, દુનિયાભરના લોકો અહીં શુટીંગ કરવા આવશે. દરેક ફિલ્મ તેની સાથે જમ્મુ કાશ્મીરના લોકો માટે રોજગારના ઘણા મોકા લઇને આવશે. હું તમિલ, તેલુગુ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને તેના માટે આગ્રહ કરીશ. જે લોકો ટેક્નોલોજીની દુનિયાથી જોડાયેલા હોય તેમને આગ્રાહ છે કે તેમની નીતિઓમાં , નિર્ણયોમાં એ વાતને પ્રાથમિકતા આપે કે જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે ટેક્નોલોજીનો વિસ્તાર કરી શકાય. અહીંના યુવા તેજસ્વી અને ઓજસ્વી છે. જ્યારે અહીં કોમન સર્વિસ સેન્ટર અને ટેક્નોલોજીનો વિસ્તાર થશે એટલું જમ્મુ કાશ્મીરના ભાઇ બહેનોનું જીવન આસાન થશે.
સરકારે જે નિર્ણય લીધો છે તે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના એ યુવાઓને પણ મદદ કરશે જે સ્પોર્ટ્સની દુનિયામાં આગળ વધવા માગે છે. નવા સ્ટેડિયમ, સાઇન્ટિફીક ટ્રેનીંગ તેમને દુનિયામાં ટેલેન્ટ દેખાડવામાં મદદ કરશે. કાશ્મીરનો બચ્ચો દેશનું નામ રોશન કરશે. કાશ્મીરી શાલ હોય કે કલાકૃતિ, કે પછી સફરજન હોય કે કેસર, તેનો પ્રસાર દુનિયાભરમાં કરવાની જરૂર છે.હર્બલ પ્રોડક્ટ જમ્મુ કાશ્મીરમાં વિખરાયેલા પડ્યા છે. તેથી તેનું દુનિયામાં માર્કેટ હોવું જોઇએ. ઉદ્યમીઓને આગ્રહ છે કે જમ્મુ કાશ્મીરના આ પ્રોડક્ટ્સને દુનિયાભરમાં પહોંચાડવા માટે આગળ આવે.લદ્દાખમાં સ્પિરીચ્યુઅલ ટુરીઝમ, એડવેન્ચર ટુરીઝમ અને ઇકો ટુરીઝમનું સૌથી મોટું કેન્દ્ર બનવાની ક્ષમતા છે. સોલાર પાવર જનરેશનમાં પણ લદ્દાખ કેન્દ્ર બની શકે છે.હવે અહીંના સામર્થ્યનો ઉચિત ઉપયોગ થશે અને ભેદભાવ વિના વિકાસ માટે નવા અવસર વધશે.
લોકતંત્રમાં એ પણ સ્વભાવિક છે કે અમુક લોકો આ નિર્ણયના પક્ષમાં છે, અમુકને મતભેદ છે. તેમના મતભેદનું સન્માન કરું છું. મારો તેમને આગ્રહ છે કે દેશહિતને સર્વોપરિ રાખી સરકાર અને દેશની મદદ કરે. સંસદમાં કોણે મતદાન કર્યું કોણે નથી કર્યું, કોણે સમર્થન આપ્યું, કોણે ન આપ્યું તેનાથી આગળ વધીને હવે આપણે જમ્મુ કાશ્મીર, લદ્દાખના હિતમાં મળીને એકજૂટ થઇ ને કામ કરવાનું છે. હું દેશવાસીઓને એ કહેવા માગુ છું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોની ચિંતા એ આપણા સૌની ચિંતા છે. તેમના સુખ દુખ, તકલીફોથી આપણે અલગ નથી, અલગ થઇ ન શકીએ. અનુચ્છેદ 370થી મુક્તિ એક સચ્ચાઇ છે. અને સચ્ચાઇ એ પણ છે કે સાવધાની માટે અમુક પગલા ભરવાના હતા. તેના લીધ જે પરિસ્થિતિ થાય છે તેનો મુકાબલો ત્યાંના લોકો કરે છે અને સહયોગ આપી ને કરે છે. પાકિસ્તાનની આતંકવાદી ષડયંત્રના વિરોધમાં કાશ્મીરના લોકોજ અડગ રહીને જવાબ આપી રહ્યાં છે. દરેક જમ્મુ કાશ્મીરના નાગરિક સારુ જીવન જીવવાના અધિકારી છે. તેમના સપનોને સાકાર કરવાનો મોકો મળે તે તેમનો હક છે. હું આજે જમ્મુ કાશ્મીરના મિત્રોને ભરોસો આપું છું કે ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ જશે અને તેમની તકલીફો દૂર થતી જશે.
ઇદના તહેવારને લઇને મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરકાર એ વાતનુ ધ્યાન રાખે છે કે જમ્મુ કાશ્મીરમાં ઇદ મનાવવામાં કોઇ પરેશાની ન થાય. જે લોકો જમ્મુ કાશ્મીરથી બહાર રહે છે અને ઇદ પર ઘરે જવા માગે છે તેમને સરકાર દરેક પ્રકારની મદદ કરી રહી છે. હું જમ્મુ કાશ્મીરની સુરક્ષામાં તૈનાત સુરક્ષાદળોના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. પ્રશાસનના લોકો, રાજ્યના કર્મચારીઓ અને જમ્મુ કાશ્મીર પોલીસ જે રીતે સ્થિતિઓને સંભાળી રહી છે તે ખુબ પ્રશંસનીય છે. તમારા આ પરિશ્રમે મારો વિશ્વાસ વધુ સુદ્રઢ કર્યો છે કે બદલાવ થઇ શકે છે. લોકોનું ભલુ થઇ શકે છે.
પુંછ જિલ્લાના મૌલવી ગુલામે 65ની લડાઇમાં સેનાની મદદ કરી હતી. તેમને અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
રાજૌરીના રુક્સાના કૌસરે એક મોટા આતંકીને મારી નાખ્યો હતો. તેમને પણ કિર્તીચક્રથી સન્માનિત કરાયાં હતાં.
પુંછના શહીદ ઔરંગઝેબની ગયા વર્ષે આતંકીઓએ હત્યા કરી હતી. જેના બન્ને ભાઇ અત્યારે સેનામાં દેશની સેવા કરી રહ્યા છે
આવા વીર દીકરા-દીકરીની લિસ્ટ ખૂબ મોટી છે. આતંકીઓથી લડતા જમ્મુ કાશ્મીરના કેટલાય અધિકારી જવાન શહીદ થયા
નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. આ દરેકનું સપનું રહ્યું છે કે એક શાંત, સુરક્ષિત , સમૃદ્ધ જમ્મુ કાશ્મીર બનાવવાનું.
એ સપનું આપણે પુરુ કરવાનું છે.

