ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ છે, કેસ ચલાવો : CBI

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઈએ બુધવારે કોર્ટને જણાવ્યું કે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, ષડયંત્ર અને ધમકી આપવાના આરોપો સાબિત કરવા માટેના પૂરતા પુરાવાઓ મળી ગયા છે. તપાસ એજન્સીએ પીડિતાના નિવેદનના આધારે દાવો કર્યો છે કે સેંગર વિરુદ્ધ આ આરોપો હેઠળ કેસ આગળ ચાલાવી શકાય તેમ છે.

ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ધર્મેશ શર્માની કોર્ટમાં સરકારી વકીલે દાવો કર્યો છે કે ધારસભ્ય સેંગર પીડિતાને ભોળવીને પોતાના રહેઠાણ પર લઈ ગયો હતો જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે પીડિતાની ઉંમર 18 વર્ષની પણ નહતી, તેથી પોક્સો એક્ટ અંતર્ગત સેંગર અને શશિ સિંહ આરોપી છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે પીડિતાનું નિવેદન અવિશ્વસનીય છે. બચાવ પક્ષે તે સમયે પીડિતા સગીર હોવાનો પણ દાવો કર્યો હતો. આ મામલામાં આગામી સુનાવણી શુક્રવારના રોજ થશે.