કાશ્મીર વિવાદ મામલે ચીન પોતાની સાથે હોવાનો પાકિસ્તાનનો દાવો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારત પ્રશાસિત કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવવા વિરુદ્ધ પાકિસ્તાન સતત અવાજ ઉઠાવી રહ્યું છે અને ભારતના આ પગલાની ટીકા કરી રહ્યું છે.

આ મામલે આંતરરાષ્ટ્રિય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરૂપે પાકિસ્તાને ચીન સમક્ષ મદદનો હાથ લંબાવ્યો છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી ચીનમાં આ મામલે ચાઈનીઝ વિદેશમંત્રીને મળ્યા હતા.

જે બાદ ચીને સ્વીકાર્યું કે ભારતના આક્રમક વલણે સમગ્ર વિસ્તારના લોકો પર જોખમ ઊભું કર્યું છે.

કુરૈશીએ એવું પણ જણાવ્યું, “પાકિસ્તાન અને ચીન વચ્ચે ભાઈચારાનો સંબંધ છે. ચીને આજે પાકિસ્તાનને સહયોગ અને પ્રતિબદ્ધતાનું આશ્વાસન આપ્યું.”