વોટ્સએપમાં નવું ફીચર આવ્યું, હવે તમારી મરજી વગર તમને ગ્રૂપમાં કોઈ એડ નહીં કરી શકે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે યુઝરને વધુ સારા ચેટિંગ એક્સપિરિયન્સ અને પ્રાઈવસી આપવા માટે નવી અપડેટ લોન્ચ કરી છે. આ નવી અપડેટમાં એન્ડ્રોઇડ અને iOS યુઝર માટે ગ્રૂપ પ્રાઇવસીમાં ફેરફાર કર્યા છે. તેની મદદથી યુઝરને કોણ ગ્રૂપમાં એડ કરી શકે તે કન્ટ્રોલ કરી શકાય છે.

ગ્રૂપ પ્રાઇવસી ફીચરની મદદથી યુઝર સિલેક્ટ કરે એ લોકો જ યુઝરને ગ્રૂપમાં એડ કરી શકશે. આ સિવાય આ નવી અપડેટમાં iCloud બેકઅપ ઈશ્યુની મદદથી વેબસાઈટ પર એક નવું સપોર્ટ પેજ પણ પબ્લિશ કરવામાં આવ્યું છે.

ગ્રૂપ પ્રાઇવસી માટેના સ્ટેપ્સ

સૌ પ્રથમ વોટ્સએપને એપસ્ટોરમાં જઈને અપડેટ કરો.
ત્યારબાદ મેઈન સેટિંગમાં જઈને Account પર ક્લિક કરો.
ત્યારબાદ પ્રાઇવસી ટેબ પર ક્લિક કરીને Groups પર ક્લિક કરો.
પ્રાઇવસીમાં everyone, my contacts અને nobody ઓપ્શન પર ક્લિક કરો.
78MBની અપડેટ
આ નવી અપડેટ 78MBની છે. નવી અપડેટમાં એપ અલાઇનિંગ ફીચર અંતર્ગત મીડિયા એડિટિંગ દરમિયાન સ્ટીકર્સ અને ઈમોજીને સારી રીતે પ્લેસ કરી શકાય છે.