ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા હજારો દીવડાઓ પ્રગટાવ્યા હતા અને પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે પૂર્વ વિદેશ પ્રધાન માટે વિશેષ પ્રાર્થના સિમ્ટોખા દજોંગમાં યોજવામાં આવી હતી.
ભૂટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના અહેવાલ મુજબ વાંગચુકે સ્વરાજના પરિવારને શોક સંદેશ પણ આપ્યો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે નિધન થયું હતું. તે 67 વર્ષના હતા. ભૂટાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શેરીંગ ટોબગે બુધવારે નવી દિલ્હીમાં સ્વરાજની અંતિમયાત્રામાં ભાગ લીધો હતો.

