જમ્મુ કશ્મીરમાં કલમ 370 રદ થયા બાદથી પાકિસ્તાન સરહદ પર મોટુ ષડયંત્ર રચવાના ફિરાકમાં છે. જમ્મુ કશ્મીરની સરહદ પર પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર પાકિસ્તાને LoC પર મોટા પ્રમાણમાં તોપોની તૈનાતી કરી છે. પાકિસ્તાને પોતાના તમામ એરબેઝ પર ફાઈટર પ્લેન પણ તૈનાત કરી દીધા છે.
પાકિસ્તાને જમ્મુ કશ્મીરમાં કલમ 370 રદ થયા બાદ સમજોતા એક્સપ્રેસ પર રોક લગાવી દીધી ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડી દીધા. તેના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગઈ છે.
ભારતીય ખેડૂતો અને વેપારીઓએ પાકિસ્તાનને પોતાનો સામાન નિકાસ કરવાનો ઈનકાર કરી દીધો. સાથે જ સરકારે પણ કસ્ટમ ડ્યુટી વધારીને 200 ટકા કરી દીધી છે. આના કારણે પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.