ચંદ્રબાબુ નાયડુને આજે મોટો આંચકો લાગ્યો છે. તેમની પાર્ટી તેલગુ દેશમ પાર્ટી(TDP)ના 60 મુખ્ય નેતા અને હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આમાં રાજ્ય અને જિલ્લા લેવલના ઘણા નેતા શામેલ છે અને એમણે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ પ્રસંગે થોડા દિવસ પહેલાં ટીડીપી છોડીને ભાજપમાં જોડાયેલા લંકા દિનકરે કહ્યું કે, જ્યાં સુધી તેલંગાના યૂનિટનો પ્રશ્ન છે એ બહુ સારા સંકેત છે. આ આંધ્ર પ્રદેશ માટે સારા સમાચાર છે.
લંકા દિનકરે કહ્યું કે હજારોની સંખ્યામાં જિલ્લા લેવલના નેતાઓ ભાજપમાં જોડાયા છે. અંદાજીત 20,000 કાર્યકર્તાઓ ટીડીપી છોડીને ભાજપને પસંદ કર્યું છે. ટ્રીપલ તલાક અને કમલ 370 નાબુદ થયા બાદ હજૂ ઘણા નેતા ભાજપમાં જોડાવવા માટે આગળ આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે, પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી 31 ડિસેમ્બર 2019 પહેલા કરી લેશે. સપ્ટેમ્બરમાં 8 લાખ બૂથોમાં ચૂંટણી થશે, જ્યારે ઓક્ટોબરમાં મંડળ ચૂંટણી કરાવવામાં આવશે અને નવેમ્બરમાં જિલ્લા ચૂંટણી કરાવવામાં આવશે. 15 ડિસેમ્બર સુધી તમામ રાજ્યોમાં ચૂંટણી કરાવી લેવામાં આવશે અને 31 ડિસેમ્બર પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.