મોહન ભાગવત દ્વારા અનામત અંગે આ નિવેદન આપ્યા બાદ હોબાળો

મુખ્ય સમાચાર રાજકીય

અનામત અંગે આરએસએસના વડા મોહન ભાગવતે કરેલી ટીપ્પણી અંગે ઊભા થયેલા વિવાદને દબાવી દેવા સંઘ તરફથી એવો ખુલાસો કરાયો હતો કે તેમના નિવેદન પરની ચર્ચા નકામી છે અને સઘ હમેંશા અનામતની તરફેણમાં જ રહ્યું હતું.આવા સંવેદનશીલ મુદ્દાને સમાજની અંદર જ સૌહાર્દપૂર્ણ માહોલમાં આપસી વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ.

સંઘના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમના સંગઠને અનેક વાર સ્પષ્ટતા કરી હતી કે સંઘ હમેંશા દલિતો, આર્થિક નબળા લોકો, અનુસુચિત જનજાતી અને આર્થિક રીતે નબળા લોકોને અનામતના લાભને ટેકો આપે જ છે.’

દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કરેલા સંબોધન અંગે બિન જરૂરી વિવાદ ઊભો કરાયો હતો. તેમણે તો માત્ર એટલું જ કહ્યું હતું કે આવા સંવેદનશીલ મુદ્દાનો ઉકેલ આપસી ચર્ચા દ્વારા જ લાવી શકાય છે અને અનામતનો મદ્દો પણ એવા જ માહોલમાં ચર્ચાવો જોઇએ’એમ તેમણે કહ્યું હતું.

મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે અનામતની તરફેણ કરનારાઓ અને તેના વિરોધી વચ્ચે મૈત્રિભર્યા વાતાવરણમાં ચર્ચા થવી જોઇએ. કોંગ્રેસ અને બસપા જેવા પક્ષોએ આ નિવેદન પર ભાજપ અને સંઘ પરિવારની ભારે વખોડણી કરી હતી. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે ભાગવતની ટીપ્પણી સંઘ પરિવાર દલિત અને અનામત વિરોધી છે એ વાતની પુષ્ટી કરે છે. ભાજપ અને સંઘનો આ જ અસલી ચહેરો છે.