જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ થઈ. પોલીસનાં જણાવ્યા અનુસાર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. કાશ્મીરથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ આ પહેલુ એન્કાઉન્ટર છે. એટલે કે 16 દિવસ બાદ કાશ્મીરમાં ગોળી ચાલી છે. રિપોર્ટ પ્રમાણે એન્કાઉન્ટરનાં સમાચાર કાશ્મીરનાં બારામૂલામાંથી આવ્યા છે. સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને જવાબ આપવામાં આવી રહ્યો છે. પોલીસને શક છે કે ઘટનાસ્થળે 2થી 3 આતંકવાદીઓ છુપાયેલા છે.
16 દિવસ સુધી ખીણમાં શાંતિ રહી
5 ઑગષ્ટનાં ભારત સરકારે જ્યારે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવી તો લગભગ 16 દિવસ સુધી ખીણમાં શાંતિ રહી. લાંબા સમય બાદ આતંકીઓએ મંગળવારનાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. આ દરમિયાન મંગળનાં જમ્મુ-કાશ્મીરનાં મોટાભાગનાં વિસ્તારોમાં જિંદગી સામાન્ય રહી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરનાં 136 પોલીસ સ્ટેશનો માંથી દિવસનાં તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે.
136 પોલીસ સ્ટેશનમાંથી દિવસનાં તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા
કાશ્મીરમાં બુધવારથી મિડલ સ્કૂલ પણ ખુલી જશે. જમ્મુ-કાશ્મીર સરકારે મંગળવારનાં કહ્યું કે, રાજ્યનાં 22માંથી 12 જિલ્લામાં જનજીવન સામાન્ય રહ્યું. જમ્મુ-કાશ્મીર સરકારનાં પ્રવક્તા અને મુખ્ય સચિવ (યોજના અને વિકાસ) રોહિત કંસલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનાં 197 પોલીસ સ્ટેશનમાંથી 136 પોલીસ સ્ટેશનમાંથી દિવસનાં તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે.
રોહિત કંસલે કહ્યું કે, “જ્યાં જ્યાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે ત્યાં એકથી બીજા જિલ્લાની વચ્ચે બસોનું આવન-જાવન શરૂ થઈ ગયું છે. નેશનલ હાઈવે પર વાહનોનું આવન જાવન અને એરપોર્ટનું ઑપરેશન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.”

